રાજકોટમાં મૃતક વૃદ્ધનું નામ ધારણ કરીને પ્લોટ વેચનારા ત્રણ ઝડપાયા

રાજકોટ, રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એકટના નવા કાયદા હેઠળ પાંચ દિવસમાં ત્રીજાે ગુનો દાખલ થયો છે. જેમાં પાંચ શખ્સો સામે મુળ ઉપલેટાના સાજડીયાળીના વતની હાલ નાનામૌવા રોડ પર રહેતાં વૃદ્ધના પિતાની માલિકીની મોટામૌવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે. વૃદ્ધના અવસાન પામેલા પિતાનું નામ ધારણ કરી કાવત્રુ રચી રાજકોટ, દ્વારકા, ગોંડલના શખ્સોએ ખોટા સોંગંદનામા ઉભા કરી બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે જમીન રૂ. ૩૫ લાખમાં વેચી નાંખી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ત્રણને પુછતાછ માટે સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે તાલુકા પોલીસે નાનામૌવા રોડ પર રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી રાજકોટના મિલન મકવાણા, દેવભુમિ દ્વારકાના દોલુભા સુમાણીયા, ગોંડલના જીતેન્દ્ર ગજેરા, રાજકોટના હરસુખભાઇ મગનલાલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કાંતિભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા ભુરાભાઇ બાણુગોરીયાની માલિકીનો પ્લોટ રાજકોટ તાલુકાના મોટામૌવા ગામના આવેલો છે. તેમનું તા. અવસાન થયું છે. આમ છતાં આરોપીઓએ પુર્વયોજીત કાવત્રુ રચી મારા પિતાની જગ્યાએ કોઇ ત્રાહિત વ્યકિતને ભુરાભાઇ ભાણજીભાઇ પટેલનું નામ ધારણ કરાવી મારા પિતાની ખોટી બોગસ સહીઓ કરી અમારી મોટામૌવાની જમીનનો પ્લોટ પચાવી પાડવા તેનો વેંચાણ દસ્તાવેજ ઉભો કરી મિલન મકવાણના નામે કરી અપાયો હતો. જેમાં સાક્ષી તરીકે મારા પિતાની ખોટી ઓળખ દોલુભા સુમાણીયા, જીતેન્દ્ર ગજેરાએ આપી સાક્ષીમાં સહીઓ કરી હતી. યુએલસીના સોંગદનામામાં હરસુખ મગનલાલે મારા પિતાની ખોટી ઓળખ આપી એકબીજાને મદદ કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી લીધો હતો. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution