રાજકોટ-
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો અને સેવન કરતા નબીરાઓ ઉપર પોલીસ ખાસ વોચ રાખી રહી છે યુવાધનને નશાના રવાડે ચડાવતું બચાવવા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ગત સાંજે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં ર્જીંય્ની ટીમે બે અલગ અલગ કાર દ્વારા વાંકાનેર બાઉન્ડ્રીથી કુવાડવા સુધી દસેક કિ.મી.નજીક એક સ્વીફટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૭ લાખ ૧૦ હજાર રૂપિયાનો ૪૧ કિલો ગાંજાે ઝડપી લઇ ભગવતીપરા અને કાલાવડ રોડના બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે કાર ભગાવતાં એક બાઇકસ્વાર ઠોકરે ચડી ગયા બાદ કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીની ટીમના હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દીન બુખારીને ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલા તરફથી રાજકોટ બાજુ એક સફેદ રંગની સ્વીફટ કાર આવી રહી છે અને તેમાં માદક પદાર્થ છે. આ બાતમીને આધારે ઁજીૈં એમ એસ.અંસારી અને ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ રાખતા બાતમી મુજબના નંબરવાળી સફેદ રંગની જીજે-૦-કેએચ-૦૮૪૭ નંબરની સ્વીફટ કાર નીકળી હતી. સ્વીફ્ટ કાર પસાર થતા તેને અટકાવવા જતા કાર ચાલકને પોલીસ હોવાની ગંધ આવી જતાં બચવા માટે તેણે વધુ ઝડપથી કાર દોડાવી મુકતાં એસઓજીની ટીમોએ પીછો કરતાં નાસભાગ મચી ગઇ હતી. જ્યાં અમદાવાદ હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા
અને અંદાજે દસેક કિલોમીટર પીછો થયા બાદ કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે કારના ચાલકે એક બાઇક ચાલકને ઠોકરે લીધા બાદ કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી પાછી ઉભી થઇ ગઇ હતી. એસઓજીને જાેતા બંને ખેપિયાઓ કારમાંથી ઉતરી ખેતરમાં ભાગવા લાગ્યા હતા જેથી સ્ટાફે ખેતરમાં પીછો કરી બંનેને ઝડપી લીધા હતા કારમાં જડતી લેતા અંદરથી ૭ લાખ ૧૦ હજારનો ૪૧ કિલો ગાંજાે મળી આવતા બંનેના નામઠામ પૂછતાં ભગવતીપરાનો કાદર અનવરભાઈ પઠાણ અને કાલાવડ રોડ રાણીટાવર આવાસ ક્વાર્ટરમાં રહેતો ચેતન ચમનભાઈ સાપરીયા હોવાનું જણાવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાર અને ગાંજાે સહીત ૭ લાખ ૧૦ હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને સુરતથી ગાંજાે લાવ્યો હોવાની કબૂલાત આપતા વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.