રાજકોટમાં અમદાવાદના ટ્રાફિક ASI વિદેશી દારૂની ગાડીનું પાયલોટીંગ કરતા ઝડપાયા

રાજકોટ-

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિદેશી દારૂનો મોટો જથ્થો કાર સાથે કબ્જે કર્યો છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે, આ કારનું પાયલોટીંગ ખુદ પોલીસ જ કરતી હતી.

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે પોલીસના માણસો વિદ્યાનગર રોડ પર ગોઠવાઈ ગયા હતા. જ્યારે વિદેશી દારૂ સાથેની ગાડી આવતા પોલીસે આ ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. જેને લઇને પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપી પાડયા હતા. જેની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વિદેશી દારૂનું પાયલોટીંગ કરનાર જ અમદાવાદ આઈ ડિવિઝનમા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ASI વીરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર હતા. ઝડપાયેલા ત્રણ શખ્સો અમદાવાદના રહેવાસીરાજકોટમાં તહેવાર દરમિયાન વિદેશી દારૂ ઝડપાયેલા ત્રણેય ઈસમો મૂળ અમદાવાદના છે. ટ્રાફિક ASI વીરેન્દ્રસિંહ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા પરિમલ રેસિડેન્સીમા રહે છે. જ્યારે કૃણાલ હસમુખ શાહ પણ નરોડા રહે છે. વિદેશી દારૂની ગાડી સાથે ઝડપાયેલ મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ પણ રાજનગર મિલ અમદાવાદ ખાતે રહે છે.રૂપિયા 9,53000નો મુદ્દામાલ કબ્જે કરાયોરાજકોટમાં નવરાત્રિ દરમિયાન ઝડપાયેલા દારૂ સહિત બે કાર એમ કુલ પોલીસે રૂપિયા 9,53000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂમાં 73 જેટલી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. રાજકોટ પોલીસે લાંબા સમય બાદ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતા રાજકોટ પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution