રાજકોટમાં મેચ પર સટ્ટો રમતા ૪ શખ્સ ઝડપાયા  બે શખ્સોની ધરપકડ

રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર ભારત ડેરી પાસે આવેલા જય એપાર્ટમેન્ટનાં ફ્લેટ નં. ૨૦૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-૨૦ વર્લ્‌ડકપની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાતો હતો. આ અંગેની બાતમી યુનિવર્સિટી પોલીસને મળતા દરોડો પાડ્યો હતો. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાટર્સ નંબર ૭૨૬માં રહેતો હિરેન ભુપતભાઇ પરમાર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. રાજકોટ, વાંકાનેર અને જામજાેધપુરના ૪ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દરોડામાં પોલીસે હિરેન ઉપરાંત વાંકાનેર આરોગ્યનગર શેરી નંબર ૨માં રહેતા દિનેશ રાયસિંગભાઈ પતરીયા, મૂળ જામજાેધપુરના વડાળા ગામના વતની અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર યોગેશ્વર પાર્કમાં રહેતા અંકિત અશ્વિનભાઇ ડઢાણીયા અને જામજાેધપુર રેલ્વે સ્ટેશન રોડ ઉપર મનહર કોપ્લેક્સની બાજુમાં રહેતા કિશન મહેન્દ્રભાઇ કડીવાર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ટીવી, સેટઅપ બોક્સ, છ મોબાઇલ ફોન સહિત રૂ. ૪૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં હિરેન પરમાર અગાઉ પ્રોહિબીશનનાં ગુનામાં પણ પકડાઈ ચૂક્યાનું ખુલ્યું હતું. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આઈડી મારફત ભારત અને પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના માયાણીનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બે લોકો આઈડી મારફત ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રાજેશ ઉર્ફે રાજુ ગોહેલ અને પ્રશાંત જાેબનપુત્રાને મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ ૧ લાખ ૮ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution