સુરતના પલસાણામાં સસરાએ મિત્ર સાથે મળી જમાઈની અપહરણ બાદ હત્યા કરી

સુરત-

સુરતના પલસાણામાં પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતા સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું, જે ઘટનામાં કડોદરા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સસરા અને તેના મિત્રએ જમાઈને મોપેડ પર અપહરણ કરી વાકાંનેડાથી અંત્રોલીની સીમમાં લઈ જઈ રૂમાલ વડે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા કરી હત્યા કરી હતી. હત્યા બાદ બંનેએ એટલી ક્રુરતા કરી હતી કે, જમાઈ તડફડીયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી મોત નહિ થાય ત્યાં સુધી બંને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ લાશને ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા.

સુરત શહેરના પરવત પાટીયા સ્થિત રહેતા એક યુવકે પલસાણા તાલુકાના વરેલી ગામની એક યુવતી સાથે ચાર વર્ષ અગાઉ પ્રમલગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવક સાથે ફોન પર યુવતીના પિતાનો ઝગડો થતો હતો, દરમિયાન યુવતીના પિતાએ પ્રેમલગ્નની અદાવત રાખી, અઠવાડિયા પહેલા યુવકનું અપહરણ કરી અંત્રોલી ગામે લઇ જઇ હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી. યુવતીએ પતિના ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોય અને શંકા પિતા પર વ્યક્ત કરતા આખરે હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. યુવકની હત્યા સસરાએ અન્ય રિક્ષા ચાલકની મદદ લઇ કરી હોવાનું બહાર આવ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution