પાકિસ્તાનમાં વ્યક્તિએ ઇસ્લામ ન કબુલ્યુ, થઇ મોતની સજા

ઇસ્લામાબાદ-

પાકિસ્તાનમાં, એક ખ્રિસ્તી વ્યક્તિને ઇશ નિંદાના આરોપમાં ફાંસીની સજા આપવામાં આવી છે. જો કે, 37 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે જ્યારે તેણે ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તેની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા. સુપરવાઈઝરે વ્યક્તિ પર આરોપ લગાવ્યો કે તેણે તેના ફોન પરથી ઇસ્લામનું અપમાન કરતા સંદેશા મોકલ્યા છે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ દોષિત ઠેરવવામાં આવેલ વ્યક્તિનું નામ આસિફ પરવેઝ છે. પાકિસ્તાનના લાહોરની એક અદાલતે પણ તેને 3 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે જેલની સજા પૂરી થયા બાદ તેને ફાંસીની સજા આપવામાં આવે. ઇસ્લામનું અપમાન કરવાના આરોપમાં આસિફ 2013 થી જેલમાં છે.

જોકે, આસિફે અદાલતમાં તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ફેક્ટરીમાં કામ છોડ્યા પછી, તેમના પૂર્વ સુપરવાઈઝરએ તેમનો સંપર્ક કર્યો અને તેમને ઇસ્લામ ધર્મ અપાવવા માટે દબાણ કર્યુ. જ્યારે આસિફે ઇસ્લામ સ્વીકારવાની ના પાડી ત્યારે તેના પર ઇસ્લામનું અપમાન કરવાનો આરોપ મૂકાયો હતો. જો કે સુપરવાઈઝરે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યો હતો કે તેણે કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ઇશ નિંદા માટે પાકિસ્તાનમાં સખત કાયદા લાગુ છે. આ અંતર્ગત ઇસ્લામ, પ્રોફેટ મુહમ્મદ, કુરાન અને અન્ય ધાર્મિક વસ્તુ અથવા વ્યક્તિનું અપમાન કરવા બદલ કડક સજા આપવામાં આવે છે. નિંદાના આરોપમાં પાકિસ્તાનમાં લગભગ 80 લોકો જેલમાં છે. જેમાંથી અડધાને ફાંસીની સજા અથવા આજીવન કેદની સજા આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો કહે છે કે સામાન્ય રીતે લઘુમતીઓ સામે ઈશ નિંદાની કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત વ્યક્તિગત દુશ્મનાવટ દૂર કરવા કાયદાનો દુરૂપયોગ પણ કરવામાં આવે છે. જુલાઈમાં, પાકિસ્તાની મૂળના એક અમેરિકન નાગરિકની કોર્ટમાં હત્યા કરવામાં આવી હતી. તેના પર પણ ઇશનિંદાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution