પરિવારજનો પર બોજ ના પડે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે કેટલાક ખાસ નિયમો બનાવ્યા



દરેક દેશના પોતાના નિયમો હોય છે. કેટલાક દેશોમાં, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કામ કરવાની તક મળે છે. જ્યારે કેટલાકમાં તે પ્રતિબંધિત છે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શિક્ષણ અને રોજગાર માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓને જાેબ સ્કિલની જાણકારી હોવી એ જરૂરી છે.

વિદેશમાં અભ્યાસ કરવો સરળ નથી. તેમાં ઘણો ખર્ચ થાય છે. કેનેડામાં, ઘણા વિદ્યાર્થીઓ કૉલેજની ફી અને રહેવાના ખર્ચને પહોંચી વળવા પાર્ટ-ટાઇમ જાેબ કરે છે. કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઘણા નિયમો બનાવ્યા છે. તેમને પાર્ટ ટાઈમ જાેબ કરવાની છૂટ છે પરંતુ આમાં પણ કેટલાક નિયમો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ માટે વિદ્યાર્થીઓએ જાણવું જાેઈએ કે કેનેડિયન એમ્પ્લોયર્સ કેવા પ્રકારની જાેબ સ્કીલ્સ પર ફોકસ કરે છે.દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓ(જીંેઙ્ઘઅ ૈહ ઝ્રટ્ઠહટ્ઠઙ્ઘટ્ઠ)માટે કેનેડા જાય છે. જાે તમે પણ કેનેડામાં ભણવાનું અને કામ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કેટલીક ટિપ્સ, જે તમારો રસ્તો સરળ બનાવી શકે છે.

વિદેશમાં અભ્યાસ કરવો એ દરેકનું સ્વપ્ન હોઈ શકે અને કોઈનો શોખ. તમે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો તે કારણ ગમે તે હોય પણ જાણી લો કે વિદેશમાં રહેવું સરળ નથી. ત્યાંના ખર્ચાઓ અધધ છે. શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓ માટે પણ રહેવાનો ખર્ચ પોષાય તેવો નથી. કેનેડામાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં પાર્ટ ટાઈમ જાેબ કરીને પોકેટ મની કાઢે છે. જેથી પરિવારજનો પર બોજ ના પડે કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જાેબ કરતા વિદ્યાર્થીઓ માટે આનું પાલન કરવું અગત્યનું છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ વર્ક પરમિટ વિના પણ કેનેડામાં ઑફ-કેમ્પસ જાેબ કરી શકે છે. બસ આ માટે કેટલીક શરતો માનવી પડશે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ફુલ સમયના વિદ્યાર્થી હોવો જરૂરી છે. માધ્યમિક પછીના કોઈપણ એકેડેમિક, વોકેશનલ, પ્રોફેશનલ ટ્રેનીંગ પ્રોગ્રામ અથવા સેકન્ડરી લેવલના વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એનરોલ હોવા જરૂરી છે તમારો અભ્યાસ કાર્યક્રમ ઓછામાં ઓછો ૬ મહિનાનો હોવો જાેઈએ અને તે પૂરો થાય ત્યારે તમને ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફેકેટ મળે એ જરૂરી છે. તમારી પાસે સોશિયલ ઈન્સ્યોરન્સ નંબર (જીૈંદ્ગ) હોય અને તમે કેનેડામાં ક્લાસમાં હાજરી આપવાનું શરૂ કર્યું છે. ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ અઠવાડિયામાં કુલ ૨૪ કલાક પાર્ટ ટાઇમ કામ કરી શકે છે. તમે ઓફિશિયલ બ્રેક અથવા અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફુલ ટાઈમની નોકરી કરી શકો છો. જાે કે, આ માટે નોન સ્ટુડન્ટ વર્ક પરમિટ માટે અરજી કરવી જરૂરી છે.કેનેડામાં નોકરી મેળવવા માટે, તમારી પાસે કેટલીક વિશેષ કુશળતા હોવી આવશ્યક છે. ત્યાંના મોટાભાગના નોકરીદાતાઓ તેમના કર્મચારીઓમાં આ સ્કિલ્સ શોધે છે. કોઈપણ કામ માટે મૌખિક અને લેખિત વાતચીતમાં નિષ્ણાત હોવું જરૂરી છે. રિટેલ, હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ જેવા ક્ષેત્રોમાં કસ્ટમર સર્વિસને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ માટે ધીરજ, વસ્તુઓ પર ધ્યાન આપવું અને સહાનુભૂતિ હોવી જરૂરી છે. એમ્પ્લોયરો એવા વિદ્યાર્થીઓને વધુ પ્રાધાન્ય આપે છે જેઓ ટીમ વર્કમાં સહજતાનો અનુભવ કરે છે. તેનાથી ઓફિસનું વાતાવરણ સારું રહે છે. જે વિદ્યાર્થીઓ ક્રિટીકલ સમયે પણ યોગ્ય રીતે વિચારે છે અને સમસ્યાનું સમાધાન શોધે છે, તેમના માટે પાર્ટ ટાઈમ જાેબ શોધવી સરળ બને છે. કામના કલાકો, શિફ્ટ અને નોકરીની જવાબદારીઓ સાથે ફ્લેક્સીબલ હોવું મહત્વપૂર્ણ છે. સાથે સાથે સંજાેગો બદલાય ત્યારે કેવી રીતે અનુકૂલન કરવું તે પણ સ્વીકારી લેવાની લાયકાત હોવા જરૂરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution