એનડીપીએસ કેસમાં પતિ સેન્ટ્રલ જેલમાં માતા, દીકરી અને જમાઇ રૂા.૧૧ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

શહેરના મચ્છીપઠ નવાબવાડામાં આવેલા એપાર્ટમેન્ટમાં એસઓજીની ટીમે દરોડો પાડીને મકાનમાંથી રૂા. ૧૧.૦૯ લાખના એમડી ડ્રગ્સ સાથે દિકરી, જમાઇ સાથે મહિલાને ઝડપી પાાડી હતી. જયારે મુંબઇના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો છે. મકાનમાંથી એમડી ડ્રગ્સ, મોબાઇલ અને રોકડા મળી કુલ રૂા. ૧૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ડ્રગ્સ સપ્લાયર મુંબઇના ફૈઝલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વડોદરા શહેરની મધ્યમાં આવેલ મચ્છીપઠ નવાબવાડામાં મોઇન એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી રેહાના પઠાણનો પતિ ઇમરાનખાન પઠાણ ઉર્ફે ચિકનદાના એમડી ડ્રગ્સના કેસમાં ઝડપાયા બાદ હાલ જેલમાં છે. જેથી પત્ની રેહાનાએ પતિનો ડ્રગ્સનો ધંધો સંભાળી લીધો હતો. રેહાના પઠાણે પોતાની ભાણેજ નીગત શેખ તથા જમાઇ મોહમંદકામીલ શેખ સાથે મળીને મુંબઇથી એમડી ડ્રગ્સ લાવવાની શરૂઆત કરી હતી. જેનો વેપાર રેહાના પોતાના ઘરેથી જ કરતી હતી. રેહાના મોડી રાત સુધી ઘરેથી જ ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની બાતમી એસઓજીને મળી હતી. જે બાતમીના આધારે એસઓજીની ટીમ રેહાનાના ઘરે રાતના દરોડો પાડયો હતો. દરોડામાં રેહાનાની સાથે નિગત અને મોહંમદકામીલ પણ ઝડપાયા હતા. આરોપીને સાથે રાખી તપાસ કરતા રૂા. ૧૧.૦૯ લાખનો ૧૧૦.૯૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેથી એસઓજીએ ડ્રગ્સ, રૂા. ૨૫ હજારના મોબાઇલ, રોકડા રૂા. ૯૪ હજાર મળી કુલ રૂા. ૧૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એનડીપીએસના ગુનામાં પતિ ઇમરાન ખાન ઉર્ફે ચિકનદાના પઠાણ વડોદરા મધ્યસ્થ જેલમાં છે

તાંદલજાના અસસફા એપાર્ટમેન્ટના ટાવર-બીના મકાન નં. ૩૦૪માંથી એસઓજી પોલીસે અંગજડતી કરી ઘરમાં તપાસ કરતાં રૂા. ૨૯.૨૦ લાખના ૨૯૨ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂા. ૪૦ હજાર, મોબાઇલ મળી કુલ રૂા. ૩૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે કેસમાં ઇમરાનખાન ઉર્ફે ચિકનદાના મહેમુદખાન પઠાણ (રહે, નવાબવાડા) અને ડ્રગ્સ સપ્લાયર સલીમ ઇમ્તીયાઝ શેખ(રહે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જે કેસમાં હાલ ઇમરાન ચિકનદાના વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution