અમદાવાદ, શહેરના નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખીને દરવાજાે ખોલ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી બાઈક પર બેઠલી બંને વ્યક્તિ નીચે પટકાઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકનું ટાયર બાઈકચાલક પર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ મામલે ટ્રાફિક-પોલીસે ટ્રકચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. ૧૮ જાન્યુઆરીએ શહેરના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ તેમના ભાઈ રાકેશ હિંગુ સાથે બાઈક ચલાવીને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક અર્ટિગા ગાડીના ચાલકે સર્વિસ રોડ ઉપર નો-પાર્કિંગમાં ગાડી ઊભી રાખી હતી અને અચાનક જ ડ્રાઇવર સાઈડનો દરવાજાે ખોલ્યો હતો જેના કારણે અકસ્માત સર્જાયો. બાઈકને ટક્કર વાગતા ચાલક પર ટ્રકના પૈડા ફરી વળ્યા હતા. જેમાં બાઈક ચાલકનું કરુણ મોત નિપજ્યું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયેલ છે. ફ્લાયઓવર બનવાની કામગીરીને કારણે પહેલાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. ત્યારે કારચાલકે વચ્ચે દરવાજાે ખોલતા બાઈક ચાલકને ટક્કર વાગી હતી. જેના કારણે બાઈક પર સવાર ૨ વ્યક્તિઓ રસ્તા પર પડ્યા હતા. જેમાં એક વ્યક્તિ પર ટ્રક ફરી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. જેને જાેઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવા આ સીસીટીવી છે જે તમે ઉપર જાેઈ શકો છો. બનાવને લઈને હાલ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત પણ ઘણી જ ગંભીર છે જેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.