ઠાસરા તાલુકાના મોર આમલી ગામમાં લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો

નડિયાદ ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે લગ્ન પ્રસંગમાં ડાન્સ કરવા જેવી નજીવી બાબત લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં ગામના જમાઈ સહીત નવ શખ્સો પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. જેમાં જમાઈ એ ગામના ૪૮ વર્ષીય શખ્સે ચપ્પાના છ ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નિપજયુ હતુ. ત્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઠાસરાના મોર આમલી ગામમાં રહેતા નરવતસિંહ સોલંકી ફળીયામાં રહેતા પ્રવીણભાઈ ના દિકરા ગૌતમના લગ્નના વરઘોડામાં ગયા હતા. ત્યારે ગામના અજય, પ્રકાશ ગામના ભાણેજ મહેશ તેમજ પ્રવિણભાઇ સંબંધીઓ વરઘોડામાં ડાન્સ કરતા હતા. જે બાદ અજયને ગામના ચેતન સાથે વરઘોડામાં ડાન્સ કરવા બાબતે બોલાચાલી થતા યુવાન સહિત ગ્રામજનોએ છુટા પડયા હતા. જે બાદ વરઘોડો ગામના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા ચેતન, પ્રવિણભાઈના જમાઈ સુરવીર ઉર્ફે જીગ્નેશ, અંકુર, અલ્પેશ અને અન્ય પાંચ શખ્સો આવી વરઘોડામાં ઘુસી ફળીયામાં રહેતા ગોવિંદ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારે સુરવિરએ ગોવિંદભાઈની છાતીમાં ડાબી બાજુ અને શરીરે ચપ્પાના છ જેટલા ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેથી યુવક, ગુલાબસિંહ, મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ ગોવિંદભાઈને છોડાવવા વચ્ચે પડતા સુરવિરએ યુવકની દાઢી પર, ગુલાબસિંહને બરડામાં, મહેન્દ્રસિંહને જમણી આંખની નીચે, વિક્રમભાઈને ડાબા ખભાના ભાગે ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન અલ્પેશ, ચેતન અને તેની સાથેના અજાણ્યા ચાર થી પાંચ શખ્સોએ બચાવવા પડેલા વ્યક્તિઓ મારમાર્યો હતો. જેથી બૂમાબૂમ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. આ બાદ સુરવીર સહિતના શખ્સો કાર લઇ ફરાર થઇ ગયા હતા. જે બાદ ઘવાયેલા ગોવિંદભાઇ, વિક્રમભાઇ, નરવતસિંહ, મહેન્દ્રસિંહ અને ગુલાબસિંહને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution