મુંબઇ-
મહારાષ્ટ્ર સરકારમાં પોતાની હાજરીની અવગણના પર ઘણી વખત પ્રશ્નો કરી ચુકેલી કોંગ્રેસે આવતી વિધાનસભા ચૂંટણીમાં એકલા લડવાનો ર્નિણય કરી લીધો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ નાના પટોલે કહ્યું કે રાજ્યમાં હવે પાર્ટી એકલા ચૂંટણી લડશે. ત્યાર બાદ ફરી એક વખત મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પટોલે સીએમ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. નાના પટોલે કહ્યું કે, 'કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. અને જાે હાઈકમાન્ડ ર્નિણય લે તો હું મુખ્યમંત્રીનો ચહેરો બનવા માટે તૈયાર છું'. પટોલના આ નિવેદન બાદ ફરી એક વખત સંકેત મળી રહ્યા છે કે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકારમાં હાલ કંઈ સરખુ નથી ચાલી રહ્યું.
રાજ્યની ગઠબંધન સરકારમાં મુખ્ય ભુમિકા નિભાવી રહેલી એનસીપીએ કહ્યું કહ્યું હતું કે મહા વિકાસ અઘાડીના ત્રણેય ઘટક મહારાષ્ટ્ર સરકાર ચલાવવાના મુદ્દા પર એત્રીત થઈ છે પરંતુ વર્ષ ૨૦૨૪માં થવા જઈ રહેલી રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે લડવા પર અત્યાર સુધી કોઈ ર્નિણય નથી કરવામાં આવ્યો. રાકાંપાના પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકની આ ટિપ્પણી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે તે નિવેદનના એક દિવસ બાદની છે જેમાં તેમણે કહ્યું હતું કે આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને આવશે. શનિવારે પટોલે અમરાવતીમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનાને આગળ આવશે અને ફક્ત કોંગ્રેસની વિચારધારા જ દેશને બચાવી શકે છે. આ વચ્ચે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાને કહ્યું કે જાે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે તો તેમને તેનો ફાયદો થશે.