જૂનમાં એસઆઈપી દ્વારા રોકાણ વધીને રૂ. ૨૧,૨૬૨ કરોડ થયું



નાણાંકીય વર્ષ ૨૦૨૪ મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્‌સની એસેટ્‌સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. ૧૪ લાખ કરોડ વધીને રૂ. ૫૩.૪ લાખ કરોડ થઈ હતી. ૨૨ જુલાઈના રોજ સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે અનુસાર સંબંધિત સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડની વૃદ્ધિ વાર્ષિક ૩૫ ટકા હતી. માર્ક-ટુ-માર્કેટ (એમટૂએમ) લાભો અને ઉદ્યોગના વિસ્તરણ દ્વારા મ્યુચ્યુઅલ ફંડો પ્રોત્સાહન મળ્યું હતું.

ઇકોનોમિક સર્વે અનુસાર પરોક્ષ ચેનલોને બદલે મ્યુચ્યુઅલ ફંડોમાં રિટેલ ભાગીદારીમાં વધુ વૃદ્ધિ જાેવા મળી હતી. આ સિવાય સર્વે જણાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં ૮.૪ કરોડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) એકાઉન્ટ્‌સ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે આ યોજનાઓમાં રોકાણ કરે છે. 'છેલ્લા ત્રણ વર્ષમાં વાર્ષિક નેટ એસઆઈપી પ્રવાહ બમણો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં જીૈંઁ રોકાણ રૂ. ૯૬,૦૦૦ કરોડ હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં આ આંકડો વધીને રૂ. ૨ લાખ કરોડ થયો હતો. કુલ એસઆઈપી એસેટ અન્ડર મેનેજમેન્ટ કુલ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી સ્કીમના ૩૫ ટકા છે. આમ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડની માલિકી ૯.૨ ટકા હતી, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ૭.૭ ટકા હતી. જૂનમાં એસઆઈપી દ્વારા રોકાણ વધીને રૂ. ૨૧,૨૬૨ કરોડ થયું છે, જે મે મહિનામાં રૂ. ૨૦,૯૦૪ કરોડ હતુ. એપ્રિલ, ૨૦૨૪માં એસઆઈપી દ્વારા માસિક રોકાણ પ્રથમ વખત રૂ. ૨૦,૦૦૦ કરોડને વટાવી ગયું હતું. વધુમાં વર્ષ ૨૦૨૩માં ફોલિયોની કુલ સંખ્યા રૂ. ૧૪.૬ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં વધીને રૂ. ૧૭.૮ કરોડ થઈ હતી. આ સિવાય ઈન્કમ અથવા ડેટ સ્કીમો સિવાય પાછલા નાણાકીય વર્ષમાં મ્યુચ્યુઅલ સ્કીમોની તમામ કેટેગરીમાં નેટ ઈન્ફલો જાેવા મળ્યો હતો. જાેકે સરકારે ફાઇનાન્સ એક્ટ ૨૦૨૩ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને આંચકો આપ્યો હતો. આ હેઠળ ડેટ ફંડ્‌સ અને નોન-ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની કેટલીક કેટેગરીઓ પર ઊંચા દરે ટેક્સ લાદવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution