જુલાઈ ૨૦૨૪માં રાજ્ય કર વિભાગની આવક રૂપિયા ૩,૮૬૮ કરોડે પહોંચી

ગાંધીનગર ગુજરાતનાં રાજ્ય કર વિભાગની જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી થતી આવકમાં ગત વર્ષની તુલનામાં જુલાઈ-૨૪માં રૂ. ૩,૮૬૮ કરોડનો એટલે કે, ૧૯ ટકાનો વધારો થયો છે. ગુજરાતના રાજ્ય કર વિભાગને જુલાઈ-૨૪માં જીએસટી, મૂલ્ય વર્ધિત કર-વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. ૯,૭૨૫ કરોડની આવક થઈ છે. આ આવકમાં ગત વર્ષ જુલાઈ-૨૩માં થયેલી આવક કરતાં ૧૯ ટકાનો વધારો થયો છે. રાજ્યને જીએસટી હેઠળ જુલાઈ-૨૪માં કુલ રૂ. ૫,૮૩૮ કરોડની આવક થયેલી છે. જે ગત જુલાઈમાં થયેલી આવક કરતાં ૧૨ વધુ થઈ છે. જ્યારે રાજ્યને જુલાઈ-૨૪માં મૂલ્ય વર્ધિત કર-વેટ હેઠળ કુલ રૂ. ૨,૯૭૪ કરોડ, તો વિદ્યુત શુલ્ક હેઠળ રૂ.૮૯૨ કરોડની અને વ્યવસાય વેરા હેઠળ રૂ. ૨૧ કરોડની આવક થઈ છે. આમ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ચાર માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, મૂલ્ય વર્ધિત કર-વેટ, વિસયુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. ૩૯,૩૫૦ કરોડની આવક થઈ છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવકની તુલનામાં ૧૪ ટકાનો વધારો થયો છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution