દિલ્હી-
જાપાન માં મંગોલિયન સમુદાયના લોકોએ ટોક્યો ખાતે, ચીની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હકીકતમાં, આ લોકોએ ચીનની વિવાદિત ભાષા નીતિનો વિરોધ કર્યો હતો, જે અંતર્ગત ચીનના સ્વાયત મંગોલિયા પ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓ મંગોલિયન ભાષાને બદલે મેન્ડરિનમાં અભ્યાસ કરશે. આ પ્રદર્શનમાં લગભગ 1000 લોકોએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, વિરોધીઓ માસ્ક પહેરીને બીજિંગની ભાષા નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. થોડા દિવસો અગાઉ જાપાનમાં રહેતા મંગોલવાસીઓએ પણ ચીન સામે વિરોધ નોંધાવ્યો હતો.
નોંધનીય છે કે, આંતરિક મંગોલિયામાં, મેન્ડરિન ભાષાને મુખ્ય ભાષા તરીકે લાવવા શૈક્ષણિક સંસ્થાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. મંગોલિયન સમુદાયના લોકો કહે છે કે, આ તેમની સંસ્કૃતિને ભૂંસી નાખવાનો પ્રયાસ છે. આના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર દેખાવો કરી રહ્યા છે અને વાલીઓ પણ તેમના બાળકોને સંસ્થાઓને વિરોધમાં નહીં મોકલવાની વાત કરી રહ્યા છે.