શ્રી નગર-
જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં યોજાનારી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પહેલા જમ્મુમાં વધુ એક નવી રાજકીય પાર્ટી અસ્તિત્વમાં આવી છે. ‘એકજૂટ જમ્મુ’ નામની નવી રાજકીય પાર્ટી આગામી જિલ્લા વિકાસ પરિષદની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પણ લડશે.
જમ્મુને અલગ રાજ્ય બનાવવા અને જમ્મુને પોતાનો હક અપાવાના ઉદ્દેશ્ય સાથે એકજૂટ જમ્મુ નામની પાર્ટી બનાવવામાં આવી છે. આ પાર્ટીની રચના રાસના મામલો અને રોશની એક્ટ જેવા મામલામાં જાેડાયેલા વકીલ અને અરજીકર્તા અંકુર શર્માએ કરી છે. અંકુરના જણાવ્યા પ્રમાણે જમ્મુમાં છેલ્લા 70 વર્ષથી ભેદભાવ થઈ રહ્યો છે. તથા હંમેશા તેને કાશ્મીરના ચશ્માથી જ જાેવામાં આવી રહ્યું છે.
અંકુર શર્માએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, જમ્મુને હક અપાવવા માટે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ એક સાથે આવવું પડશે, જેના માટે સતત પ્રયત્નશીલ પણ રહેવુ પડશે.