...
ઝાલોદ,તા.૦૩
ઝાલોદ તાલુકામા લોકોને આધારકાર્ડ કામગીરી બાબતે હાલાકી પડી રહી છે સરકારની ગાઈડ લાઈન મુજબ આધારકાર્ડ સાથે મોબાઇલ લિંક કરવા અપડેટ કરવા નવા બનાવવા માટે લોકોને આધારકાર્ડ સેન્ટર પર જઈ ને પોતાનું કામ કરવાનું હોય છે.જ્યારે ઝાલોદમા ફક્ત એક જ જગ્યા મામતદાર કચેરી પર લોકોનો ઘસારો જાેવા મળી રહ્યો છે.આ સમસ્યને ધ્યાને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અનીલભાઈ ગરાસીયા,આપ મહામંત્રી ચિંતનભાઈ દરજી,સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર અને સાથી કેટલાક આગેવાનો સાથે રહીને અલગ અલગ આધારકાર્ડ સેન્ટરની સ્થળ પર મુલાકાત લેતા બરોડા ગ્રામીણ બેંક ,નગરપાલિકા અને ઝાલોદ તાલુકા પંચાયત ખાતે બંધ હાલતમા જાેવા મળી આવ્યા જ્યારે પોસ્ટઓફિસ અને સ્ટેટ બેંકમા બરાબર વર્કર આઉટ ન કરતા હોવાનું જાણવા મળ્યું .ખરેખર લોકોને આજે આધારકાર્ડ લિંક માટે કેટલાક દિવસોથી ધરમધક્કા ખાવા મજબુર બન્યા છે. સ્થાનિક વહીવટ તંત્ર લોકોની આ સમસ્યા કયારે ધ્યાને લેશે અથવા તંત્ર બેજવાબદારીની ભોગ સામાન્ય જનતાએ બનવો રહ્યો.