બિહારના હાજીપુરમાં હાઈટેન્શન વાયર સાથે ડીજે અડી જતાં કરંટ ફેલાયો ઃ ૯નાં મોત

પટના: મોતની એક દર્દનાક ઘટના સામે આવી છે. ટ્રોલીમાં ડીજે હાઇ ટેન્શન વાયરની અસરમાં આવી ગયો હતો. જેના કારણે વીજ શોક લાગવાથી ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા. વીજ શોક લાગવાથી બે કંવરીયાઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.આ ઘટના બનતા જ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.રવિવારે મોડી રાત્રે આ ઘટના બિહારના હાજીપુરમાં જનદહા રોડ ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા ચુહરમલ વિસ્તારમાં બની હતી. વીજ શોક લાગવાથી બે કાવડિયા ખરાબ રીતે દાઝી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ આ સમગ્ર અકસ્માત કેવી રીતે બન્યો હતો, શિવમ નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતુ કે તે તેના મિત્રો સાથે ડીજે ટ્રોલીમાં સુલતાનપુરથી પહેલજા ઘાટ જઈ રહ્યો હતો. સોમવારે સવારે પહેલજા ઘાટ પરથી જળ લઈને બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવાનો હતો. ડીજેના તાલે તમામ કાવડિયાઓ નાચતા-ગાતા હતા. ત્યારે અચાનક બાબા ચૌહરમલ જગ્યા પાસે ટ્રોલી અને તેમાં રહેલુ ડીજે હાઈ ટેન્શન વાયરને અડી ગયા હતા. ત્યારે ટ્રોલી પર ઘણા કાવડિયાઓ હાજર હતા. કરંટ ચાલુ થતા જ કાવડિયાઓા તેમાં સપડાઈ ગયા હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution