ગુજરાતમા કોરોનાના કુલ કેસ 44,688 થયા, કુલ 2,081 લોકોના મૃત્યુ

ગાંધીનગર-

ગુજરાત કોરોના પ્રભાવિત રાજયોમા દેશમા પાંચમા નંબરે પહોંચ્યું છે. જેમાંછેલ્લા ૨૪ કલાકમા ૯૨૫ કેસ ઉમેરાતા કોરોનાના કુલ કેસ ૪૪,૬૮૮ થયા છે. જેમા ગુજરાતમા કુલ ૧૧,૨૨૧ કેસ સક્રિય છે અને ૩૦,૫૫૫ લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. તેમજ રાજયમા અત્યાર સુધી કોરોનાથી ૨૦૮૧ લોકોના મોત થયા છે.

ગુજરાતમા છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૨૫૫, અમદાવાદમાં ૧૭૩, વડોદરામાં ૭૯, રાજકોટમાં ૫૪, ભાવનગરમાં ૬૭, સુરેન્દ્રનગરમાં ૩૨, ગાંધીનગરમાં ૨૨, ખેડામાં ૨૪, જૂનાગઢમાં ૪૩, મહેસાણામાં ૧૭, અમરેલીમાં ૧૪, કચ્છમાં ૧૪, ભરૂચમાં ૧૪, મોરબીમાં ૧૪, દાહોદમાં ૧૨, બનાસકાંઠામાં ૧૧, ગીરસોમનાથમાં ૧૦, વલસાડમાં ૧૦, જામગનર શહેરમા ૯, પાટણમા ૯, મહીસાગરમા ૯ અને સાબરકાંઠામા ૯ કેસ નોંધાયા છે. 

ગુજરાતમા ૨૪ કલાકમા કોરોનાના ૯૨૫ દર્દીઓ ઉમેરાયા હતા જેની સામે ૭૯૧ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. રાજયમા અત્યાર સુધી ૪,૮૭,૭૦૭ ટેસ્ટ કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજયમા જુદા- જુદા જીલ્લાઓમા કુલ ૩,૫૦,૨૮૧ લોકોને કોરોનટાઈન કરવામા આવ્યા છે.જેમાથી ૩,૪૭,૭૫૪ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે. જયારે ૨૫૨૭ લોકોને ફેસીલીટી કોરોનટાઈન કરાયા છે. 

ગુજરાતમા હાલ જોવા જઈએ તો કોરોનાના કેસમા સુરત પ્રથમ નંબરે છે. તેમજ અમદાવાદ બાદ સુરત હવે કોરોના હોટ સ્પોટ બની રહ્યું છે. જો કે અમદાવાદ શહેરમા પણ કોરોનાના કેસ ફરી માથું ના ઉંચકે તે માટે સઘન કોરોના ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. તેમજ તેની માટે એસ.ટી. સ્ટેન્ડ પર કાઉન્ટર બનાવીને સુરત અને અન્ય સ્થળોએથી આવતા લોકોની તપાસ કરવામા આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution