દિલ્હી-
નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન કોમામાં છે. હાલ દેશની કમાન તેમની બહેન કિમ યો જાેંગ સંભાળી રહ્યા છે. આ દાવો દક્ષિણ કોરિયાના પૂર્વ ઈન્ટેલિજન્સ ઓફિસર ચાંગ સોંગ મિને કર્યો છે. મિન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કિમ દેઈ જુંગના સ્પેશિયલ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. મિનના જણાવ્યા પ્રમાણે, કિમ જાેંગ ઉન ગંભીર રીતે બીમાર છે. જાેકે બીમારી શું છે તે વિશે હજી ચોક્કસ કોઈ માહિતી આપવામાં આવી નથી. એક મહિના પહેલાં પણ કિમ ગંભીર રીતે બીમાર હોવાના ન્યૂઝ આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે અચાનક સામે આવીને આ બધી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી.
સાઉથ કોરિયાઈ મીડિયા સાથેની વાતચીત દરમિયાન મિને કહ્યું કે, મને ખબર છે ત્યાં સુધી કિમ અત્યારે કોમામાં છે પરંતુ અત્યાર સુધી જીવતો છે. હાલ નોર્થ કોરિયાની કમાન કિમની નાની બેન કિમ યો જાેંગ સંભાળી રહી છે. જાેંગ માટે સત્તા સંભાળવાનો આ પહેલો મોકો નથી. તે પહેલાં પણ મોટાભાઈને મદદ કરવાના હેતુથી સરકાર ચલાવવામાં મદદ કરતી હતી.
મિને કહ્યું કે, કિમે હજી સુધી બહેનને સંપૂર્ણ સત્તા નથી સોંપી. હાલ તેમને આ જવાબદારી એટલા માટે આપવામાં આવી છે જેથી નેતૃત્વનું સંકટ વધારે સમય સુધી ન રહે અને તેમને સરકાર ચલાવવાની સંપૂર્ણ સમજ આવી જાય. 33 વર્ષની જાેંગ વિશે ગયા મહિને પણ ખબર આવી હતી કે, તે સરકારમાં બીજા નંબરે છે. જાેકે કિમે કદી ઓફિશિયલ રીતે જાેંગને ઉત્તરાધિકારી જાહેર નથી કરી.