દિલ્હીમાં કોરોના સિવાય બીજી બિમારી આવી પહોચી,દેખાયા લક્ષણો 

દિલ્હી-

પાટનગર નવી દિલ્હીના રહેવાસીઓ કોરોનાનો વિકરાળ સપાટો સહન કરી રહ્યા છે ત્યાં હવે નવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર એેકસો સાતથી વધુ કેસ કોરોનાના થઇ ચૂક્યા છે અને દિવસે દિવસે હજુ કેસ વધી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 3,571 સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા થોડા મહિનાથી એક નવો ચેપ દેખાવાનો શરૂ થઇ ગયો હતો.

હાૅસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં કોરોનાગ્રસ્ત બાળકોના શરીરમાં ચકતાં જેવા આકાર તથા સોજા જાેવા મળ્યા હતા. આ અંગે પૂછતાછ કરતાં ડાૅક્ટરોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કાવાસાકી નામનો નવો ચેપ દેખા દઇ રહ્યો હતો.

કાવાસાકી શી રીતે ફેલાતો થયો છે એ ડાૅક્ટરો કહી શક્યા નહોતા. નવજાતથી માંડીને પાંચ વર્ષનાં બાળકોને આ ચેપ લાગી રહ્યો હતો જેના પગલે તાવ આવવા ઉપરાંત શરીર પર ચકતાં-ચાંદાં અને અંગોમાં તેમજ રક્તવાહિનીઓમાં સોજા ચડી રહેલા જાેવા મળ્યા હતા. આવું કયા કારણે થઇ રહ્યુ હતું એ ડાૅક્ટરો સમજાવી શક્યા નહોતા.

છેલ્લા થોડા માસથી આ સંક્રમણ નિયમિત રૂપે બાળકોના વોર્ડમાં દેખાયું હતું. પાટનગર નવી દિલ્હીની મોટા ભાગની હાૅસ્પિટલોમાં બાળકોના વોર્ડમાં આ તકલીફ ડાૅક્ટરોના ધ્યાનમાં આવી હતી. આમ થવાનું કારણ સમજી શકાયું નહોતું.

આ ચેપની અસર ધરાવતાં બાળકોમાં તાવ, શરીર પર ચાંદાં અને રક્તવાહિનીમાં સોજા ઉપરાંત જઠર અને આંતરડાં પર પ્રતિકૂળ અસર જાેવા મળી હતી એેમ પોતાની ઓળખ છૂપાવીને એક ડાૅક્ટરે કહ્યુ હતું. આ બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution