દાંતાના તારંગડામાં વિદ્યાર્થીઓ જીવના જાેખમે શાળાએ જાય છે

અંબાજી વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત અને તેના વિકાસને દેશભરમાં પ્રમોટ કરવામાં આવે છે. પણ જમીની સ્તરે સહેજ ઉંડા ઉતરતા જ વિકાસના દાવાઓની પોલ ખુલી જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકોના કિસ્સામાં જાેવા મળે છે. દાંતા તાલુકા ના તારંગડા ગામની પ્રાથમિક શાળા ના બાળકો અને સ્ટાફ બંને એકસરખી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. બાળકો-શિક્ષકો બંનેને શાળા માં આવવા માટે એક નદી ને પાર કરવી પડી રહી છે ને પણ દફતર માથે લઈ નદી પાર કરવી પડે છે. અગાઉ પણ ગત વર્ષે ૨ બાળક તણાઈ જવાની ઘટના બની ચુકી છે જેના કારણે બાળકો માં ડર નો મહોલ હોવાથી તેમના વાલીઓ સવાર સાંજ શાળા એ મૂકવા ને લેવા આવવું પડે છે તેમ છતાં સરકાર કેમ આંખ ઉઘડતી નથી ,અને અહીંયા સગર્ભા બહેનો ને પણ ખુબજ જ તકલીફ પડતી હોય છે ને ક્યારેક મોત ને પણ ભેટે છે કારણ કે આ નદી નો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ ૧૦૮ પણ આવી શકતી નથી. આપ જાેઈ શકો છો આ પાણી નો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળા ની વચ્ચે વેરી થઇ ને વહી રહ્યો છે જેને લઈને શાળા ના બાળકો ને શાળા માં જવાની ખુબ જ તકલિફ પડતી હોય છે આ બાળકો ચોમાસા દરમ્યાન તો શાળા માં આવી જ શકતા નથી જેને લઈને ને ક્યાંક ને ક્યાંક બાળકો ના ભણતર ઉપર પણ અસર પડી રહી છે અગાઉ પણ અહીંયા ૨ બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં છે સાંભળો આ બાળક ને કે ભણતર માટે આ બાળક ને કેટલું ઘર્ષણ કરવું પડી રહ્યું છે. આ શાળા ને પાણી તો તકલીફ આપી ને પાણી પાણી કરી છે પણ શિક્ષણ વિભાગ પણ કઈ કસર છોડે તો કેમ ચાલે આ શાળા ના શિક્ષક પટેલ અરવિંદ ભાઈ વિરસંગ ભાઈ છેલ્લા ૮ મહિના થી બાજરવાડા શાળા માં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેમનો પગાર પડે છે તારંગડા પ્રાથમિક શાળા માં ,આ છે શિક્ષણ વિભાગ ની લાલિયાવાડી આ વિષે શાળા ના આચાર્ય ને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે તારંગડા શાળા માં પણ એક શિક્ષક ની ઘટ છે તેમ છતાં આ શિક્ષક ને મૌખિક આદેશ થી બાજર વાડા શાળા માં મૂકી દેવામાં આવ્યા છે અને પગાર હજુ પણ તારંગડા પ્રાથમિક શાળા માં પડી રહ્યા હોવાનુ રાજેન્દ્ર પટેલ ઉપ શિક્ષક તારંગડા શાળા એ જણાવ્યુ હતું. એટલા ઓછું હોય તેમ આ શાળા માં પૂરતા ઓરડા પણ નથી વિધાર્થીઓ ને ધમધોકતા તડકા માં બેસીને અભ્યાસ કરવો પડે છે, અહીં બાલવાડી અને ધોરણ એકથી પાંચ નાં વર્ગો છે , ઓરડા ની ઘટ ને લઇ બાળકો ભારે હેરાન ગતી નો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વરસાદ હોય તો બે ત્રણ વર્ગો ને ભેગા બેસાડવા પડે છે તેમ રાજેશ ભાઇ સોલંકી આચાર્ય પ્રાથમિક શાળા તરાંગડા, દાંતાએ જણાવ્યુ હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution