દાહોદ છેલ્લા ત્રણ ચાર દિવસના ઝરમર વરસાદ બાદ મેઘરાજાએ આજે સવારે દાહોદમાં તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દાહોદ શહેરમાં સવારે આઠથી દસ વાગ્યા સુધીના બે કલાકના સમયમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ ખાબ કાતા દાહોદની દુધી મતી નદી બે કાંઠે આવતા ડાઇવર્ઝન પુલ ડૂબી જતા પુલની બંને તરફ બેરીકેટ ગોઠવી દેવામાં આવી હતી.
અને તે રસ્તા પરની અવર-જવર બંધ કરાવી દેવામાં આવી હતી દાહોદ શહેર સહિત જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાના આઠ પૈકી ઉમરીયા અદલવાડા તથા હડપ એમ ત્રણેય ડેમ ઓવર ફ્લો થતા અને જિલ્લા પર તોળાતું પાણીનું સંકટ દૂર થઈ જતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે અને નિચાણવાળા ગામોને સતર્ક કરાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા બે દિવસ હજી દાહોદ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દુધી માંથી નદી બે કાંઠે આવતા નદી કિનારે આવેલ વવખંડી મંદિર સુધી નદીના પાણી આવતા દાહોદ વાસીઓ નદીકાંઠે ટોળે વળ્યા હતા.