કેનેડામા એક વ્યક્તિએ પોતાના જ પરીવારના 4 વ્યક્તિઓની કરી હત્યા, પછી કરી આત્મહત્યા

ટોરોન્ટો-

કેનેડાના ટોરોન્ટોથી એક હાર્ટબ્રેકિંગ કેસ સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેના જ સંબંધીઓના ચાર લોકોને ગોળીઓથી મારી નાખ્યા હતા. આ પછી તેણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટના ટોરન્ટોની પૂર્વ દિશામાં ટોન્ટારીયો શહેરની છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઘટના સ્થળને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે.

પોલીસનું કહેવું છે કે વિનીપેગના 48 વર્ષીય મનિટોબા માઇકલ લાપાના સંબંધીઓ મોન્ટારિયોના ઓશવામાં રહેતા હતા. તેણે પહેલા તેના સબંધીઓને ગોળી મારી હતી અને ત્યારબાદ તેણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેણે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ હત્યા પાછળના તેના હેતુની તપાસ કરી રહી છે. 50 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ધ ગાર્ડિયન અખબાર અનુસાર તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ફાયરિંગ પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ફાયરિંગનો અવાજ આવતા બપોરે 1.20 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકોમાં ચાર પુરુષો અને એક મહિલાનો સમાવેશ છે. જેમાંથી બે વર્ષની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution