બ્રિટનમાં વિપક્ષના નેતાએ સુનકને પાકિસ્તાની કહ્યા


લંડન:બ્રિટનમાં રિફોર્મ યુકે પાર્ટીના નેતા નાઈજલ ફરાજ માટે પ્રચાર કરી રહેલા એક વ્યક્તિએ પીએમ ઋષિ સુનક પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે સુનકને અપશબ્દો પણ કહ્યા હતા.

બ્રિટનની ચેનલ ૪ ન્યૂઝે રિફોર્મ પાર્ટીના કાર્યકર એન્ડ્રૂ પાર્કરનો વીડિયો પણ જાહેર કર્યો છે.આમાં પાર્કરે કહ્યું, મેં હંમેશા બ્રિટિશ ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપ્યું છે, પરંતુ હવે તેઓ લેબર પાર્ટી જેવા થઈ ગયા છે. આજે એક પાકિસ્તાની આપણું નેતૃત્વ કરી રહ્યા છે. તે કંઈપણ કરવા માટે સક્ષમ નથી.” આ દરમિયાન પાર્કરે સુનકને અપશબ્દો પણ કહ્યા હતા.સુનકે તેના આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુંઃ નાઈજલ ફરાજ માટે કામ કરતા એક વ્યક્તિએ મને અપશબ્દો કહ્યા છે. મને દુઃખ છે કે મારી બે પુત્રીઓને આ સાંભળવું પડ્યું. હું આનાથી ગુસ્સે છું અને ફરાજે આ માટે જવાબ આપવો પડશે.

સુનક પર ટિપ્પણી કરવા ઉપરાંત પાર્કરે વીડિયોમાં ઈસ્લામ માટે અપશબ્દો પણ કહ્યા હતા. તેમણે ઈસ્લામને સૌથી નકામો ધર્મ ગણાવ્યો. પાર્કરે કહ્યું કે ઇસ્લામના લોકો દરેકને મુસ્લિમ બનાવવા માંગે છે. તેમને મસ્જિદોમાંથી બહાર ધકેલી દેવા જાેઈએ. આ પછી તમામ મસ્જિદોને પબ અને ક્લબ બનાવી દેવી જાેઈએ.

પાર્કરે બ્રિટનમાં આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે સેનામાં નવા લોકોની ભરતી કરવી જાેઈએ. તેમને નિશાના લગાવવાની ટ્રેનિંગ આપવા માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને શુટ કરવાની મંજૂરી આપવી જાેઇએ.

રિફોર્મ પાર્ટીના નેતા નાઈજલ ફરાજે આ મુદ્દે સુનકની માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પાર્કરના નિવેદનને તેમની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પાર્કરને આ બધું કહેવા માટે તેમના વિરોધ પક્ષોએ રુપિયા આપ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution