દિલ્હી-
તમે જેને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતા હોવ અને તે વ્યક્તિ તમારાથી દુર થઇ જાય તો માણસને ખુબ જ દુ:ખ થાય છે, પરંતુ વ્યક્તિએ ભૂલવું ન જોઈએ કે બીજા કોઈને પણ પ્રેમ કરતા પહેલા માણસે પોતાની જાતને પ્રેમ કરવો જોઇએ.
બ્રાઝિલમાં રહેતા એક વ્યક્તિ સાથે પણ કંઇક આવુ જ બન્યુ હતુ. બ્રાઝીલમાં રહેતા એક ડોક્ટરનુ તેમની મંગેતર સાથેના બ્રેકઅપ પછી નાખુશ થવાને બદલે પોતાને લગ્ન કરી લીધા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સ્થાનિક અહેવાલો અનુસાર ડોક્ટર ડિયોગો રાબેલોએ ગયા વર્ષે નવેમ્બરમાં તેની ગર્લફ્રેન્ડ વિટ્ટોર બ્યુનો સાથે સગાઈ કરી હતી. જે બાદ તેઓ સપ્ટેમ્બર 2020 માં ફેન્સી લગ્ન કરવા જઇ રહ્યા હતા. પરંતુ આવું થઈ શક્યું નહીં. પરસ્પર મન દુ:ખને કારણે તેઓ જુલાઈમાં બંને છુટા પડી ગયા હતા.
હવે બ્રેકઅપ પછી, દેખીતી રીતે દુલ્હન વિના લગ્ન ન થઈ શકે, પણ ડોક્ટર ડાયોગો રાબેલોના મગજમાં કંઈક બીજું ચાલી રહ્યુ હતું. તેણે નક્કી કર્યું કે તે યોજના મુજબ લગ્ન કરશે અને કોઈ પણ પાર્ટીને રદ નહીં કરે. જે બાદ તેણે પોતાની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું.
ડોક્ટરે 17 ઓક્ટોબરના રોજ બહિઆના પૂર્વોત્તર રાજ્યના ઇટકેરેમાં લક્ઝરી રિસોર્ટમાં ફેન્સી વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. કોરોના વાયરસને કારણે, આ સમારોહમાં ફક્ત 40 લોકોએ ભાગ લીધો હતો. ડોક્ટર ડિયોગો રાબેલોએ પોતાને લગ્નજીવનમાં બંધાવી લીધો. પોતાની સાથે લગ્ન કરવા પર, તેણે કહ્યું, "આજે મારા જીવનનો સૌથી ખુશ દિવસ છે, કારણ કે હું આ જિંદગીમાં એવા લોકોની સાથે છું જેને હું સૌથી વધુ ચાહું છું".
બ્રેકઅપ પછી, લોકો ઘણીવાર હતાશા અનુભવે છે અને પોતાને નુકસાન પહોંચાડે છે, પરંતુ ડોક્ટર ડિયોગો રાબેલોએ તેને એક સુંદર કિસ્સામાં બદલી નાખ્યો. એક પોસ્ટમાં, તેમણે તે બધા લોકોનો આભાર માન્યો જેમના સમર્થનથી તેમને તેમના જીવનમાં આવેલી દુ:ખની ઘડીઓને પાર કરવામાં મદદ મળી. બીજામાં, તેણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો આભાર માન્યો અને તેણીની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું છે કે "હું તમારો આદર કરું છું. હું ઇચ્છું છું કે તમે જ્યાં ઇચ્છો ત્યાં જઇ શકો અને જ્યાં તમે ઇચ્છો ત્યાં રહો."