24, ફેબ્રુઆરી 2021
ભરૂચ
રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં ભાજપે એકધારી સત્તા હાસિલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ શહેરી મથકોમાં ૬ મહાનગરપાલિકાઓમાં સત્તા હાંસલ કર્યાની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી, દિપકભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ, પરેશભાઈ લાડ, પૂર્વ શહેર પ્રમુખ ધનજી ગોહિલ, જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તેમજ ઉમેદવારોએ હાજરી આપી હતી. શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવવી જીતનો જશ્ન મનાવ્યો હતો. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જીત છે, વિકાસની જીત છે, કાર્યકર્તાઓની જીત છે તેવી વાત મારુતિસિંહ અટોદરિયાએ ઉચ્ચારી ભાજપાઈઓના જાેશમાં વધારો કર્યો હતો. નેત્રંગમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને ફુલહાર પહેરાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. જાેકે ગુજરાત ભરમાં કોંગ્રેસીઓમાં આંતરીક વિવાદના પરિણામે ભાજપને સીધો ફાયદો થયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. આગામી ૨૮ ના રોજ નગરપાલિકા ચૂંટણી આવી રહી હોય નગરપાલિકા વોર્ડના ઉમેદવારોમાં પણ મહાનગર પાલિકાના પરિણામ આવ્યા બાદ પોતાના વિસ્તારના સમીકરણો અંગે ચર્ચાઓ જાેરશોરથી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની જીત છે, વિકાસની જીત છે, કાર્યકર્તાઓની જીત છે તેવી વાત મારુતિસિંહ અટોદરિયાએ ઉચ્ચારી હતી શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવવી જીતનો જશ્ન મનાવ્યો હતો.