બનાસકાંઠામાં અંદાજે ૧૯.૫૩ લાખ મતદારો લોકસભા ઉમેદવારનું ભાવિ નક્કી કરશે

અંબાજી લોકસભા ની ચૂંટણી ના આડે હવે ગણતરી ના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી માટે ના ઉમેદવારો એડી ચોંટી નું જાેર લગાવી રહ્યા છે તો ક્યાંક વાણી વિલાસ નો પણ સહારો લેવાઈ રહયું છેત્યારે બનાસકાંઠા જિલ્લા લોકસભા સીટ ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા માં અંદાજે ૧૯.૫૩ લાખ મતદારો લોકસભા ઉમેદવાર ની ભાવિ નક્કી કરશે બનાસકાંઠા માં ૧૪ તાલુકા પૈકી કુલ ૭ બેઠક ઉપર મતદાન યોજાનાર છે જે ૧૪ તાલુકા માં દાંતા,પાલનપુર,ડીસા,દિયોદર,વાવ,થરાદ અને ધાનેરા વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે બનાસકાંઠા માં મતદારો ની સંખ્યા જાેઈએ તેમાં પુરુષ ૧૦,૧૦,૧૫૨ જયારે ૯,૪૩,૧૧૮ મહિલા મતદારો છે ને હાલ આ સાત બેઠકો માં ચાર બેઠક પાલનપુર,ડીસા અને થરાદ ઉપર ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો વિજેતા બનેલા છે જયારે દાંતા,વાવ,અને ધાનેરા વિધાનસભા બેઠક ઉપર કુલ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસ ના એ વિજય પ્રાપ્ત કરેલો છે જેમાં ધાનેરા બેઠક ની વાત કરીયે તો તે અપક્ષ ઉમેદવાર છે પણ તે ભાજપ સમર્થક હોવાથી ભાજપ ની ગણવામાં આવી છે બનાસકાંઠા લોકસભા બેઠક માં મહત્તમ મતદારો ઠાકોર અને ચૌધરી સમાજ ના મતદારો નો પ્રભુત્વ રહ્યું છે જેમાં છેલ્લા બે વખત ની વાત કરીયે તો હરિભાઈ ચૌધરી પરબતભાઇ પટેલ ઉમેદવાર રહ્યા છે ત્યારે આ વખતે ફરી ચૌધરી સમાજ ના ઉમેદવાર તરીકે ડો.રેખાબેન ચૌધરી ઉપર પસંદગી નો કળશ ઢોળાયું છે. ત્યારે બનાસકાંઠા માં ઠાકોર સમાજ નું પણ વિશેષ પ્રભુત્વ હોવાથી કોંગ્રેસે વાવ બેઠક ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને લોકસભા ની ટિકિટ ફાળવી છે જાેવું એ રહ્યું કે હવે બાકી ના જ્ઞાતિ માંથી કોણ વિશેષ મતદારો ને પ્રભાવિત કરી આ સીટ કબ્જે કરશે જ્ઞાતિ વાર ની વાત કરીયે તો બનાસકાંઠા લોકસભા બેઠક માં સૌથી વધુ ઠાકોર સમાજ ના મતદારો આશરે ૩.૪૩ લાખ છે જેમાં બીજા ક્રમે ચૌધરી સમાજ માં ૨.૭૮ લાખ મતદાર ,આદિવાસી મતદાર ૧.૭૨ લાખ જેમાં સૌથી વધુ દાંતા અને અમીરગઢ નો થાય છે ક્ષત્રિય સમાજ ની વાત કરીયે તો ૧.૩૮ લાખ. મુસ્લિમ મતદારો ૯૬ હાજર. બ્રાહ્મણ આશરે ૯૫ હાજર,પ્રજાપતિ આશરે ૬૯ હાજર,માળી સમાજ ૪૮ હાજર જયારે પાટીદાર મતદારો આશરે ૩૯ હાજર છે ને અન્ય જ્ઞાતિ ના મળી ને અંદાજે ૩.૬૯ લાખ મતદારો આ બનાસકાંઠા જિલ્લા માં છે આમ કુલ ૧૯.૫૩ લાખ અંદાજે મતદારો નો આંકડો થવા જાય છે હાલ તબક્કે જે રીતે મહત્તમ બે ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપ માં જાેવા જઇયે તો ગેનીબેન ઠાકોર સતત આદિવાસી માટે અંકે કરવા સૌથી વધુ સમય દાંતા અમીરગઢ વિસ્તાર માં ફાળવ્યો હતો જયારે ભાજપા ના ઉમેદવારો બનાસકાંઠા માં અન્ય વિધાનસભા ની બેઠકો માં પણ બરાબર ની માહેનત માં લાગી ગયા છે સૌથી મોટા નેતા ની વાત કરીયે તો બનાસકાંઠા ની ભાજપા બેઠક ને જીતાડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા ધુરંધર નેતાઓ સભા ગજવી છે જયારે કોંગ્રેસે આ બેઠક ને મેળવવા માટે પ્રિયંકા ગાંધી ને પ્રચારરક તરીકે ઉતારી હતી આમ સરવાળે બને પાર્ટી લગોલગ મહેનત કરી રહી છે જે જાેતા આછી પાતળી બહુમતી માં આ બેઠક નીકળે તે પ્રકાર નું વાતાવરણ જાેવા મળી રાહુ છે જેમાં ખાસ કરીને રાહુલગાંધી એ રજવાડા બાબતે કરેલા નિવેદન ની કેટલી અસર જાેવા નથી મળી રહી તેથી મોટી અસર ભાજપા ના પરષોત્તમ રૂપાળા એ ક્ષત્રિય સમાજ ને લઇ કરેલા નિવેદન ની જાેવા મળી રહી છે ક્ષત્રિય સમાજે જે રીતે આ ચૂંટણી માં વિરોધ નો વંટોળ ઉભો કર્યો છે તેમાં માત્ર ક્ષત્રિયો જ નહિ પણ લગુમતી સમાજ સહીત અન્ય જ્ઞાતિ ના લોકો પણ જેવા કે કોંગ્રેસ સમર્થકો છે તેવા પણ જાેડાયા છે બનાસકાંઠા જિલ્લો જ નહિ પણ સમગ્ર ગુજરાત માં ગત વિધાનસભા ચૂંટણી માં ૨૬ એ ૨૬ બેઠકો મેળવી હતી તેમાં ક્યાંક ખોટ વર્તાય તેવું લાગી રહ્યું છે પણ જયારે મતદાન ૭ મેં ના રોજ યોજાનાર છે ત્યારે હજી પણ ક્ષત્રિય સમાજ નો જુવાળ ઠંડો પાડવામાં આવે તો ભાજપા ચોક્કસ પણે બાજી મારી જાય તેવું લાગી રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution