ગુવાહાટી-
આસામના દૂરના દિમા હસાઓ જિલ્લાના દિયુંગબ્રા પાસે ગઈકાલે રાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અનેક ટ્રકોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે પાંચ ટ્રક ચાલકો દાઝી ગયા હતા. દિમા હસાઓના ઉમરાંગસો-લંકા રોડ પર ડિસમાઓ ગામ નજીક ઉગ્રવાદીઓએ ઓછામાં ઓછી 7 ટ્રકોને આગ ચાંપી દીધી હતી. અગાઉ, બદમાશોએ કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા અને વાહનોને આગ લગાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. આસામ પોલીસે કહ્યું છે કે હુમલા પાછળ શંકાસ્પદ DNLA આતંકવાદી જૂથોનો હાથ હોઇ શકે છે. જિલ્લાના એસપીએ કહ્યું કે આસામ રાઇફલ્સની મદદથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.