અંક્લેશ્વર : અંકલેશ્વર શહેરનાં સ્લેમ વિસ્તાર ગણાતા ચોર્યાસી ભાગોળ પિતા-પુત્ર એ વિઘ્નહર્તા દેવ પ્રત્યેની અનોખી ભક્તિ નાં દર્શન કરાવ્યા છે , અને ન્યુઝ પેપર નાં કાગળ માંથી ભગવાન ગણેશની બે ફૂટની પ્રતિમા બનાવીને સ્થાપના કરી છે.વર્તમાન મહામારી નાં કપરા સમયમાં પ્રભુ ભક્તિ પણ સરકારી ધારાધોરણો ને અનુસાર કરવામાં આવી રહી છે , અને ગણેશોત્સવ કે જેની ઉજવણી ધામધૂમ થી સાવર્જનિક કરવામાં આવતી હતી તે પણ એક મર્યાદામાં મુકાઈ ગઈ છે , ત્યારે અંકલેશ્વર નાં ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રત્ના વસાવા અને તેમના પુત્રએ સરકારના પરિપત્ર મુજબ ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક રીતે ન કરીને પોતાની રીતે ગણપતિની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ ગણપતિની પ્રતિમાને વિશેષતા એ છે કે પિતા-પુત્રએ મળીને ફક્ત ૬ કિલો વર્તમાનપત્ર પેપર અને ફેવિકોલ ની મદદ થી ત્રણ દિવસ માં ગણેશજીની પ્રતિમાને આકાર આપી સ્થપના કરી હાલ તેઓ પૂજા કરી રહ્યા છે.આ પિતા-પુત્રનો પ્રયત્ન અને એની સફળતા અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે.આ અંગે રત્નાભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે ગણેશજીને વિઘ્નહર્તા દેવ છે અને અમારી દર વર્ષની પરંપરા મુજબ આ વખતે તો ઘરે જ પેપર ની પ્રતિમાનું નિર્માણ અમે કર્યું છે. અમારી પ્રાર્થના એ જ છે કે વિઘ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ માંથી કોરોના મહામારી નું વિઘ્ન દૂર થાય અને લોકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવે.