આણંદ જિલ્લામાં આ વખતે ૩ હજાર મેટ્રિક ટન યુરિયા ખાતર ઓછું ફાળવાયું

આણંદ, આણંદ જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે ખેડૂતોએ કૂવાના પાણી થી ૧.૩૩ લાખ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે. જેમાં ૧.૩ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે.હાલમાં તમાકુના ધરૂવાડિયાની સીઝન પણ શરૂ થવાની છે. ત્યારે ચોમાસુ પાક માટે દર વર્ષે ૭ હજાર મેટ્રીક ટન યુરિયા ખાતરની જરૂરીયાત સામે માત્ર ૪ હજાર મેટ્રિક ટન જથ્થો સરકારે ફાળવાતા તંગી ઉભી થઇ છે. ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા અન્ય ખાતરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. નિષ્ણાંતોના મતે અન્ય ખાતરના ઉપયોગથી ઉપજ પર અસર પડી શકે છે.જયારે ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું કે હાલમાં જે વિસ્તારમાં ખાતરની ખેંચ છે તે વધુ માગને કારણે ઉભી થઇ છે. તેમજ છતાં બે દિવસ ૧૧૦૦ મેટ્રીક ટન ખાતર જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ૧૫૦૦ મેટ્રીક ટન ખાતર આવતા જ કોઇ જગ્યાએ ખાતર ખેંચ નહીં વર્તાય તેમ જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં દરવર્ષે ચોમાસુ સિઝન અંદાજે ૧.૪૫ લાખ ઉપરાંત હેકટરમાં ડાંગર,બાજરી ,શાકભાજી,કઠોળ સહિતના પાકનું વાવેતર થાય છે.તેને ધ્યાને તંત્ર દ્વારા દરવર્ષે જુલાઇ અને ઓગસ્ટ માસમાં ૮ તાલુકામાં ૭ થી ૮ હજાર મેટ્રીક ટન ખાતર ફાળવવામાં આવે છે.પરંતુ ચાલુવર્ષે બહાર દેશમાં આવતું યુરિયા ખાતરનો જથ્થો પહોંચ્યો નહીં હોવાથી તમામ જિલ્લાઓમાં ઓછુ ખાતર ફાળવવામાં આવ્યું હતું.આણંદ જિલ્લામાં અંદાજે ૪ હજાર મેટ્રીક ટન ખાતર ફાળવવામાં આવ્યું હતું.જ્યારે દરેક ડેપોમાં ચોમાસામાં દર માસે ૧૨૦ ટનથી વધુ યુરિયા ખાતરની માગ હોય છે. તેની જગ્યાએ માત્ર ૪૫ ટન ખાતર ફાળવવામાં આવ્યું હતું.જેથી હાલમાં મોટાભાગના ડેપો ખાતર જથ્થો રહ્યો નથી. જ્યારે કેટલાંક વિસ્તારમાં વાવણી હજુ થઇ નથી તેવા બીજી તરફ ખેડૂતો બજારમાં ઉપલબ્ધ અન્ય ખાતરનો કમને ઉપયોગ કરી રહ્યા છે. અન્ય ખાતરના ઉપયોગથી ઉતારો જાેઇએ તેટલો મળતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સમયે ખાતર ન આપી શકાતા ડાંગરનો વિકાસ અટકયો

ખેડૂત કિશન પરમારનું કહેવું છે કે, કેટલાંક તાલુકામાં પુરતા પ્રમાણ યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું નથી.જેથીકેટલાંક ડેપોમાં યુરિયા ખાતર મળતું નથી.જેના કારણે હાલમાં ડાંગર રોપણી બાદ પાક ફૂટ થઇ રહી છે.ત્યારે યુરિયા ખાતરની જરૂરિયાત હોવાથી ૧૦ થેલી ખાતર લેવા માટે જુદા જુદા ડેપોમાં ફરવા છતાં બે દિવસથી મળતું નથી.જેથી ડાંગરનો વિકાસ અટકી ગયો છે.

વિદેશથી આવતો યુરિયાનો જથ્થો સમયસર ન પહોંચતા સમસ્યા

આણંદના નાયબ વિસ્તરણ અધિકારી એસ કે ગઢિયાના જણાવ્યા પ્રમાણે, યુરિયા ખાતર અરબ દેશોમાંથી આવે છે. હાલમાં યુરિયા ખાતર લઇને આવતાં શીપ અટવાઇ ગયા હોવાથી સમયસર ખાતર પહોંચ્યું નથી. હાલમાં આપણી પાસે ૪ હજાર મેટ્રીક ટન ખાતર છે. જ્યારે ૪૦૦ મેટ્રીક નડિયાદ મંગાવ્યું છે.બે દિવસમાં ૧૧૦૦ મેટ્રીક ટન ખાતર જુદા જુદા ડેપોમાં પહોંચાડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ૧૫૦૦ મેટ્રીક ટન ખાતર આવવાનું છે.જેથી યુરિયા ખાતર પુરતા પ્રમાણ મળી રહેશે. ખેડીવાડી અધિકારી ચિંતન પટેલ જણાવે છે કે, ડાંગરના પાકમાં નાઇટ્રોજનની જરૂર વધુ રહેતી ખેડૂતો યુરિયા વધુ પસંદ કરે છે. ડીએપીમાં નાઇટ્રોજન સહિત સલ્ફ પ્રમાણ જાેવા મળે છે. ડાંગરના પાકને નાઇટ્રોજન મળતાં ગ્રોથ વૃદ્વિ થાય છે.જે યુરિયા , ડીએપી સહિતના અન્ય ખાતરમાં મળી રહે છે. જાે કે યુરિયાના જગ્યાએ ડીએપી વાપરી શકાય છે. તે મોંઘુ હોય છે.જ્યારે યુરિયા સસ્ત પડતું હોવાથી તેની માગ વધુ રહે છે. અન્ય ખાતરમાં નાઇટ્રોજન ,પોટાશ અને સલ્ફર પ્રમાણ હોય છે. જાે કે નાઇટ્રોજન પ્રમાણ અન્ય ખાતર જરૂરીયાતની માત્ર હોય છે.જેથી ડાંગર સહિત પાકને વૃદ્વિને ધીમી જાેવા મળે છે. જેનાથી ઉપજ ઘટી શકે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution