આણંદ-
આણંદ રૂરલ પોલીસના હદમાં આવતા સામરખા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામના ગરનાળા પાસેથી ડમ્પરની અંદર બાંધકામમાં વપરાતા સેન્ટીંગના સામાનની આડમાં 151 પેટી વિદેશી દારૂ ભરેલો જથ્થો આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં કુલ 14.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આણંદ પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસની ટીમને મળેલી માહિતી અનુસાર રાજસ્થાન તરફથી એક ડમ્પરમાં સેન્ટીંગના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભાલેજ ચોકડીથી આણંદ તરફ આવવાનો હોવાની જાણકારી મળી હતી જે અનુસંધાને આણંદ ગ્રામ્ય પોલીસ ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન એક ડમ્પર આવી ચડતા પોલીસે તેને ફિલ્મી ઢબે રોકી તપાસ કરવા કવાયત હાથ ધરી હતી. ડમ્પરને એકદમ બ્રેક મારી ડ્રાઇવર અને અન્ય શખ્સો દ્વારા ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે રૂરલ પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ઈસમ પોલીસના છટકામાંથી છટકી ફરાર થવામાં સફળ રહ્યો હતો. આણંદ રૂરલ પોલીસના હદમાં આવતા સામરખા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામના ગરનાળા પાસેથી ડમ્પરની અંદર બાંધકામમાં વપરાતા સેન્ટીંગના સામાનની આડમાં 151 પેટી વિદેશી દારૂ ભરેલો જથ્થો આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.