અમદાવાદ-
શહેરની એક ફાર્માસ્યુટિકલ કંપનીને લાઈસન્સ આપવા માટે કંપની પાસેથી ૩,૫૦,૦૦૦ ની લાંચ લેતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના બે મેડિકલ ડિવાઈસ ઓફિસરની ગાંધીનગર સીબીઆઇની એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપીના ઘર તપાસ કરતા રૂ.૨૫,૦૦,૦૦૦ રોકડા મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વિગતો એવી છે કે, વટવા જીઆઈડીસીમાં આવેલી મે હાઈજિયા ઓર્થો પ્રાઈવેટ લિમિટેડના જિજ્ઞેશ પટેલ ગાંધીનગર સીબીઆઈને ૧૨મીના રોજ લેખિત ફરિયાદ આપી હતી કે, અમારી કંપની (ઓર્થોપેડિક ઈમ્પલાન્ટ્સ મેન્યુફેક્ચરિંગ)માં મેડિકલ ઓફિસર ઈન્સ્પેક્શન કરવા આવવાના હતા. જેથી કંપની તરફથી ઓફિસર પરાગ ગૌતમ અને એન.આર.મોહનને શાહીબાગથી મોટેરા લઈ ગયા હતા. જ્યાં બંને અધિકારી પૈકી પરરાગ ગૌતમે ૩ લાખ અને મોહને ૪-૫ લાખની લાંચ માગી હતી. જેથી સીબીઆઇએ બંનેને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું અને તક મળતા જ ઝડપી લીધા હતા. ત્યારબાજ સીબીાઈએ બંને ઓફિસર સામે લાંચની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં બંને અધિકારીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલે રિમાન્ડ અરજીએ અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ સાથે બીજું કોણ-કોણ સંડોવાયેલું છે, આરોપીઓએ આ સિવાય કેટલની જગ્યાએથી લાંચ લીધી છે. તેમજ આરોપીઓની મિલકતની તપાસ જરૂરી છે સહિતના મુદ્દાઓની રજૂઆત કરતા કોટ્રે બંને લાંચ અધિકારીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.