અમદાવાદમાં 20 લાખની દારૂની 2700 બોટલ સાથે 4 પકડાયા

અમદાવાદ-

અંગ્રેજી દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવવાનું શરૂ કર્યું છે. સોલા પોલીસે એસપી રિંગરોડ પર પાર્થ પાર્ટી પ્લોટ પાસેથી સફરજનના બોક્સોની આડમાં જતો અંગ્રેજી દારૂના જથ્થા સાથે ૪ આરોપીને ઝડપી લીધા છે. પોલીસે રૂ. ૨૦ લાખની ૨૭૦૦ નંગ અંગ્રેજી દારૂની બોટલો કબ્જે લઈ કુલ રૂ. ૩૦.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.સોલા પોલીસે ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એસપી રિંગરોડ પાર પાર્થ પાર્ટી પ્લોટ પાસેથી કાશ્મીરથી આવેલા સફરજનના બોક્સ ભરેલી ટ્રક રોકી હતી. પ્રથમ દ્રષ્ટીએ ટ્રકમા સફરજનના બોક્સ હોવાનું જણાતું હતું.પોલીસે બાતમી મુજબ ટ્રકમાં ચેક કરતા સફરજન બોક્સની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સોલા પોલીસે ટ્રકમાં સવાર બરકતખાન સલીમખાન સિંધી, તાહરખાન નુરાખાન સિંધી ફોટાખાન રમદાનખાન સિંધી ત્રણે અને લક્ષ્મણસિંહ હરિસિંહ રાજપુત ની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આરોપીઓ રાજસ્થાનથી અંગ્રેજી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા. સફરજનના બોક્સની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસની નજરમાં આવશે નહીં તેમ માનતા આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે અંગ્રેજી દારૂની બોટલ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution