ગોરખપુર-
રેલ્વે યાત્રીઓને હવે સ્ટેશન ઉપરથી જ ચાદર અને ધાબળાની સાથે માસ્ક અને ડેન્ટલ કીટ અપાશે. યાત્રીકોને વધારાની સુવિધા આપવા માટે રેલ્વે દ્વારા સ્ટેશનો ઉપર ડિસ્પોઝલ બેડરોલ (ધાબળો) ચાદર, ટુવાલ, તકીયો) ની સાથે માસ્ક અને ડેન્ટલ કીટ (બ્રશ-પેસ્ટ વગેરે) પણ વેચવાની તૈયારી શરૂ કરી છે. ડિસ્પોઝેબલ બેડરોલ વેચવા માટે સ્ટેશનો ઉપર સ્ટોલ ખોલાશે. બેડરોલની સંભવીત કીંમત નકકી કરાઇ છે. સ્ટોલ સંચાલકોને બેડરોલ સેટ સાથે માસ્ક અને ડેન્ટલ કીટ આપવાનો પણ ર્નિણય કરાયો છે. રપ૦ રૂપિયામાં બેડરોલનો આખો સેટ લેવા ઉપર માસ્ક મફત અપાશે. જાે કે પેકેજની કિંમત હજી નકકી થઇ નથી. યાત્રી બેડરોલને ઘરે પણ લઇ જઇ શકશે.