જામનગર માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૪૮,૩૮૭ મણ જણસ ઠલવાઈ

જામનગર,જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ફકત ૪૮૩૮૭ મણ જણસ ઠલવાઇ હતી. ધઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં ઘટાડો થયો છે. હરાજીમાં ૨૦ કીલો જીરૂના સૌથી વધુ રૂ.૪૦૯૦ બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં સોમવારે ફકત ૪૮૩૮૭ મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી. ઘઉં અને મસાલાની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. ઘઉંની ૬૮૦૦, તુવેરની ૬૧૩, મેથીની ૭૪૪૮, ચણાની ૮૬૭૦, મગફળીની ૧૨૪૧, અરેંડાની ૫૧૧૭, લસણની ૩૫૩૨, કપાસની ૧૫૩૩, જીરૂની ૨૧૯૩, અજમાની ૫૧૪૫, અજમાની ભુસીની ૩૮૮૫, ઘાણાની ૧૭૬૧, વટાણાની ૧૯૫ મણ આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો ઘઉંના ભાવ રૂ.૪૦૦-૫૦૨, અડદના રૂ.૮૦૦-૯૮૦, તુવેરના ૮૦૦-૧૨૧૫, મેથીના રૂ.૫૮૦-૧૨૧૦, ચણાના રૂ. ૮૦૦-૯૯૧, મગફળીના રૂ.૧૦૦૦-૧૨૩૦, અરેંડાના રૂ.૧૩૦૮-૧૩૮૫, રાયડાના રૂ.૧૧૦૦-૧૨૪૦, લસણના રૂ.૭૦-૬૭૦, કપાસના ૧૮૦૦-૨૩૦૦, જીરૂના ૨૫૦૦-૪૦૯૦, અજમાના ૧૬૦૦-૨૪૮૦, ઘાણાના રૂ.૧૪૦૦-૨૪૦૫, સૂકા મરચાના રૂ.૧૦૦૦-૪૨૦૦, વટાણાના રૂ.૮૨૦-૧૧૧૫ બોલાયા હતાં. સૂકી ડુંગળી, સોયાબીન, ઇસગબુલ, કલોંજી, મઠ, ચોળી, વાલની કોઇ આવક થઇ ન હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution