અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, યુવતીએ આપઘાત કર્યો, પિતાએ લાશ સળગાવી ફેંકી દીધી

અમદાવાદ-

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને પ્રેમ સંબંધ બાદ ઠપકો આપતા યુવતીએ મોતને વહાલું કરી લીધું છે. આત્મહત્યા કર્યા બાદ યુવતીની લાશને પિતાએ જ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. કોઈને ખબર ન પડે એટલે લાશને પોટલામાં બાધી મોડી રાતે લાશ રેલવે ટ્રેક પર નાખી વતન જતા રહ્યાં હતા. લાશની બુટ્ટી અને મૃતકના ભળતા ફોટો પરથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આકાશ પાતાળ એક કરી ફરાર પિતાની ધરપકડ કરી છે. મેઘાણી નગર પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવેલા રેલવે ફાટક પાસે આ લાશ પહેલી ડિસેમ્બરના દિવસે મળી હતી. આ લાશ 20 થી 22 વર્ષની યુવતીની લાગતી હતી. પણ લાશ મોટા ભાગની બળેલી હતી એટલે તેની ઓળખ થતી ન હતી. જેથી પોલીસ પણ અસમંજસમાં હતી કે આ યુવતી કોણ છે. જે સંદર્ભે પોલીસ પ્રાથમિક હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પણ આ યુવતીને શોધવું પોલીસ માટે પડકાર હતો. પોલીસે આ વિસ્તારમાં આવેલી આસ પાસના વિસ્તારમાં આવેલી ચાલી અને બાતમીદારો પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે એક પરિવાર આ બનાવના બીજા દિવસથી ગાયબ છે. પોલીસે તપાસ કરતા આ ઘરમાં રહેતી યુવતી ભારતીનો ફોટો મળ્યો અને તે ફોટોમાં યુવતીએ કાનમાં જે બુટ્ટી પહેરી હતી તે જ બુટ્ટી લાશ સાથે મળતી આવતી હતી. 

હાલ આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ ભારતીના પિતા જગદીશ સિંહની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. બીજીતરફ પ્રાથમિક તપાસમાં ભારતીના મામા મામી, માસા-માસી વોન્ટેડ છે. જોકે હજુય પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે હકીકતમાં ભારતીએ આપઘાત કર્યો અને બાદમાં તેને સળગાવી કે ભારતીને લટકાવી દીધી અને બાદમાં તેને સળગાવી દીધી. અન્ય આરોપીઓ પકડાયા બાદ અને ડોકટરનો રિપોર્ટ આવ્યા બાદ આ બાબતનો યોગ્ય તાગ મેળવવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution