૨ દિવસમાં ૫૪,૨૧૭ કિલોગ્રામ બિન હિસાબી અનાજનો જથ્થો સીઝ કરાયો

ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમની રેડના બીજા દિવસે ૧૭૭૦૭ કિલો બિન હિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો


અનાજનો જથ્થો સીજ કરીને બારીયાની હથોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી અપાયો....

( પ્રતિનિધિ ) સુખસર,તા.૩૧

 તારીખ ૨૮ મે ૨૦૨૪ અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી.શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી.જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જી.એસ.ટી ના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાંથી ૧૫૨૭૦ કિલો ગ્રામ ઘઉં,૨૧,૦૦૦ ાખ્ત ચણા અને ૨૪૦ ાખ્ત ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ત્યારે બીજા દિવસે એટલે કે તારીખ ૨૯ મે-૨૦૨૪ ના રોજ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં મનોજકુમાર બજરંગલાલ અગ્રવાલની પેઢીમાં રેડ કરતા તેમની દુકાનમાં તપાસ કરતા તેમની પેઢીમાંથી ૨૨૦ કિલો ઘઉં અને ૨૦૦ કિલો ચણા બિન હિસાબી મળી આવ્યા હતો.આ બિન હિસાબી અનાજના જથ્થાને અન્ન અને નાગરિક પુરવઠાની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. તેમજ ફતેપુરા છઁસ્ઝ્ર માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના શેરગઢ ગામના વિનોદ રામાકાંત પાટીલ અને વડાલીયા ગામના રાજેન્દ્રકુમાર સ્વામી એમ ૨ વેપારીઓ દ્વારા ઇત્ન ૦૩ ય્છ ૨૩૪૧ નંબરના ટેમ્પામાં ભરીને લાવવામાં આવેલો બિન હિસાબી ૧૩૨૦ કિલો મકાઈ,૨૯૦૦ કિલો, ઘઉં,૩૬૦ કિલો ચણા,૩૬૦ કિલો ડાંગર તેમજ ૪૨૦ કિલો મગનો બિન હિસાબી જથ્થો મળી આવતા આ બિન હિસાબી અનાજનો જથ્થોપણ અન્ન અને પુરવઠા વિભાગના નિયામકની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ફતેપુરા તાલુકાના ચરોળી ગામેથી મનોજકુમાર ઈશ્વરલાલ કલાલની પેઢીમાં રેડ કરતા આ પેઢીમાંથી બિન હિસાબી ૨૦૫ કટ્ટા માંથી ૧૧૨૭૫ કિલો ઘઉં , ૧૧કટ્ટા માંથી ૬૦૫ કિલો ચણા અને ૧ કટ્ટા માંથી ૪૭ કિલો બાજરી મળી આવી હતી. બિન હિસાબી મળી આવેલા આ તમામ જથ્થાને પણ અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ટીમ દ્વારા બીજા દિવસે કરવામાં આવેલી રેડમાં કુલ ૧૭૭૦૭ કિલોગ્રામ બિન હિસાબી અનાજનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.અને બીજા દિવસે સીઝ કરેલો તમામ જથ્થો બારીયા ની હથોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ તમામ કામગીરી ૨૯ મે ૨૦૨૪ ના રોજ મોડી રાત સુધી કરવામાં આવી હતી અને તારીખ ૩૦ મે ૨૦૨૪ ના રોજ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અન્ન અને નાગરિક વિભાગના નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...

આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત રીતે ૨ દિવસમાં થઈને કુલ ૫૪,૨૧૭ કિલોગ્રામ બિન હિસાબી અનાજ નો જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution