અમદાવાદ-
છેલ્લા કેટલાંક દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. આ માટે તેઓ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓના સંપર્કમાં છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની ગતિવિધિઓ તેજ બની ગઇ છે. પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમાં છે. ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગમે તે ઘડીએ શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં સક્રિય થયા છે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાની તૈયારી દર્શાવી હતી એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં બાપુએ જણાવ્યું છે કે, જો હાઈકમાન્ડ એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહેશે તો કોંગ્રેસમાં જોડાઇશ. ત્યારે જરૂરી છે કે, કોંગ્રેસમાં આવવાની અટકળો પર મહોર લગાવી છે. બાપુએ વધુમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળ્યો છુ અને આગામી સમયમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસમાં જોડાવું પડે તો મારી તૈયારી છે.