અમદાવાદ-
જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગીની રજૂઆત કરવામાં આવી છે. માત્ર રથ નહીં પરંતુ રથ સાથે ગજરાજ પર યાત્રામાં જોડાવા માંગ કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે. રથયાત્રા અંગે નિર્ણય બાકી છે પરંતુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. નાથની નગરચર્યાના દર્શન કરવા નગરજનોની આતુરતા જોવા મળી રહી છે. જોકે મંદિર તરફથી ભગવાન ની રથયાત્રા વિધિસર નીકળે પરંપરાગત નીકળે તે માટે પોલીસ પરવાનગી માંગવામાં આવી હતી. જલયાત્રા માટે 50 સેવકો સાથે ની મંજૂરી આપી છે જ્યારે રથયાત્રા માટે ની મંજૂરી હાજી પેન્ડિગ છે. ત્યારે પરવાનગી માં રથ સાથે ભજન મંડળી અખાડા ગજરાજ સાથે નીકળે તેવી મંદિર તરફ થી પરવાનગી માંગવામાં આવી છે. જોકે આ વિશે સરકાર વિચારણા કરશે. હાલ મા ભગવાન ના મોસાળ અને નિજ મંદિરમાં રથયાત્રાની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે