અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, BRTS - AMTS, ઑફિસ સહિતની જગ્યા પર નહીં મળે પ્રવેશ

અમદાવાદ-

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેકસીનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 35.59 લાખ લોકોને વેકસીનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53.03 લાખ લોકોએ વેકસીન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેકસીન લઇ રહ્યા નથી જેથી કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેકસીન લીધેલી હોવી ફરજિયાત છે. AMTS- BRTS, અમદાવાદના કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેકસીન લીધેલી હોવી ફરજિયાત છે. સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે AMTS BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેકસીન પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેકસીનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે. ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS ના અમુક સ્ટેશન પર પ્રવેશ નહીં આપવામાં આવે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution