અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને ડેવલોપ કરવા 2019ના કાયદાનું ઈમ્પલીમેન્ટ કરો: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ-

સંસદના બજેટ સત્રનો આજે 9મો દિવસ છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે પણ ઘણા મહત્વના ધારાસભ્યોના કામો કરવાના છે. આ સિવાય ગૃહના ફ્લોર પર પણ અનેક અહેવાલો રજૂ કરવાના છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મહેન્દ્ર બહાદુરસિંહના નિધનથી સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ટૂંકમાં જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર, 2020માં તેમનું અવસાન થયું. મહેન્દ્રસિંહ છત્તીસગઢના ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ હતા. તેનો જન્મ મહાસમુંદમાં થયો હતો.

શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મનસુખભાઈ સાથે તેમના સારા પારિવારીક સંબંધો રહયા છે. તે સારા મિત્ર રહયા છે. શકિતસિંહ ગોહિલે વડાપ્રધાનને કહયું કે, તમે વિકાસની વાત કરો તો એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતના અંલગમાં આવેલું છે. તો વડાપ્રધાનજી તમે તમારી સત્તા વાપરીને અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને જો ડેવલોપ કરવું છે તો જે કાનુન તમે 2019માં લાવ્યા છો એનુ ઈમ્પલીમેન્ટ થયું નથી એ કરી દો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution