દિલ્હી-
સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. ૨૦૧૯માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો છે. ૧ જૂન ૨૦૨૦ સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી, જાેકે કોરોનાને કારણે એને હજુ સુધી લાગુ નથી કરી શકાઈ.
પરંતુ આ કોરોનાને કારણે જ એની જરૂરિયાત ત્વરીતે રીતે ઊભી થઈ છે. જાે આ યોજના લાગુ હોત તો પ્રવાસી મજૂરોની મુશ્કેલી ઘણી ઓછી થઈ શકી હોત. એને જાેતાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક રાજ્યમાં ૩૧ જુલાઈ સુધીમાં નિશ્ચિત રીતે વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ લાગુ કરવામાં આવે, જેથી દરેક પ્રવાસી મજૂરને દેશના કોઈપણ ક્ષેત્રમાં પોતાના ભાગનું રાશન મળી શકે.
વન નેશન વન રાશન કાર્ડ યોજના શું છે? અત્યારસુધીમાં કેટલાં રાજ્યોમાં એ લાગુ કરાઈ છે? એનાથી શું ફાયદો થશે? સ્કીમને લાગુ કરવામાં આવ્યા બાદ શું બદલાઈ શકે છે? યોજના લાગુ થયા બાદ રાશનની દુકાનોમાં શું બદલાશે? શું એના માટે નવું રાશન કાર્ડ બનશે? આવો, તમામ મુદ્દાને સમજીએ.
તમે વન નેશન વન ટેક્સ અંગે તો સાંભળ્યું જ હશે. ય્જી્ આવ્યા બાદ દેશમાં અલગ-અલગ ટેક્સને મળીને એક કરવામાં આવ્યા અને હવે સમગ્ર ભારતમાં માત્ર એક જ ટેક્સ લાગે છે. ઠીક આવી જ રીતે હાલ દરેક રાજ્યમાં અલગ-અલગ રાશન કાર્ડ છે.વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત આ તમામ રાશન કાર્ડને એક સેન્ટ્રલ સિસ્ટમની મદદથી જાેડી દેવામાં આવશે. એ બાદ તમને એવી સુવિધા મળશે કે દેશના કોઈપણ રાજ્યની દુકાનમાંથી તમે એક જ રાશન કાર્ડની મદદથી રાશન લઈ શકશો, એટલે કે ભલેને તમારું રાશન કાર્ડ ભોપાલનું હોય, પણ તમને આ યોજનાથી દિલ્હીમાં પણ રાશન મળી જશે.
૨૦૧૯માં કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાને ૪ રાજ્યમાં શરૂ કરી હતી. આ રાજ્ય હતાં- તેલંગણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશ. ધીમે-ધીમે આ યોજનામાં બાકી રાજ્યોને પણ સામેલ કરવામાં આવ્યા. જાન્યુઆરી ૨૦૨૦માં ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે ૧લી જૂન ૨૦૨૦ સુધીમાં આ સ્કીમને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. જાેકે હજુ સુધી આ વાત શક્ય બની નથી.સરકાર ગરીબોને સબ્સિડાઇઝ્ડ રેટ પર રાશન આપવા માટે રાશન કાર્ડ આપે છે. આ રાશન કાર્ડને નજીકની સરકારી દુકાન સાથે જાેડવામાં આવે છે, જ્યાંથી તમે તમારું રાશન લઈ શકો છો. આ સમગ્ર પ્રક્રિયામાં સમસ્યા એ છે કે તમારા રાશન કાર્ડમાં જે દુકાન નિર્ધારિત કરાઈ છે ત્યાંથી જ માત્ર રાશન લઈ શકો છો.ઉદાહરણ તરીકે જાે તમારું રાશન કાર્ડ ભોપાલના સુભાષનગરનું હોય તો તમે માત્ર ત્યાંની યોગ્ય મૂલ્ય દુકાનમાંથી જ રાશન ખરીદી શકો, એટલે કે રાશન કાર્ડ જે વિસ્તારમાં બનેલું છે ત્યાંથી જ તમને રાશન મળે.સ્કીમ લાગુ થયા બાદથી એવું થશે કે તમે દેશની કોઈપણ ઉચિત મૂલ્ય દુકાનમાંથી તમારું રાશન ખરીદી શકશો. એ માટે તમારે આધાર માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહેશે, એટલે કે તમારું રાશન કાર્ડ ભલે જ ભોપાલમાં બન્યું હોય, પરંતુ તમે દિલ્હીની કોઈપણ દુકાનમાંથી તમારું રાશન ખરીદી શકો છો.ના. તમારી પાસે પહેલેથી જે રાશન કાર્ડ છે એને જ તમારા આધાર સાથે લિંક કરી દેવામાં આવશે. એ બાદ તમારે રાશન કાર્ડને એક સેન્ટ્રલ સિસ્ટમની મદદથી જાેડી દેવામાં આવશે. આ સિસ્ટમમાં દેશભરમાં રાશનકાર્ડધારકો અને ઉચિત મૂલ્યની દુકાનોના ડેટા હશે.વધુ કંઈ નહીં બદલાય. હાલ તમારા રાજ્યમાં જાે આ યોજના લાગુ નહીં થાય તો તમારા રાશન કાર્ડની મદદથી એક રજિસ્ટર પર મેન્યુઅલ એન્ટ્રી કરીને રાશન આપવામાં આવતું હતું. યોજના લાગુ થયા બાદ તમને રાશન નંબર કે આધાર કાર્ડની મદદથી રાશન આપવામાં આવશે. દરેક રાશનની દુકાનમાં એક બાયોમેટ્રિક સ્કેનર હશે, જેમાં તમારા ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. વેરિફિકેશન થયા બાદ તમને રાશન આપવામાં આવશે.હંમેશાં એવું પણ થાય છે કે ઘરના કેટલાક સભ્ય કામને કારણે બહાર જતા રહે છે, જ્યારે અન્ય સભ્યો ઘરમાં જ રહે છે. આવી સ્થિતિમાં જે સભ્ય બહાર ગયા છે તેઓ પોતાના ભાગનું રાશન ગમે ત્યાંથી લઈ શકે છે. ઘરના અન્ય સભ્યોને તેમના ભાગનું રાશન પહેલાંની દુકાનમાંથી જ મળતું રહેશે.આ અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે. જાેકે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી રાજ્યો આ યોજનાને લાગુ કરવા માટે જરૂરી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. છત્તીસગઢ જે હજુ સુધી આ યોજનાથી દૂર હતું તેણે એવી જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓગસ્ટથી સ્કીમ લાગુ કરવામાં આવશે. ૧લી જુલાઈથી રાયપુર અને ધમતરી જિલ્લામાં યોજનાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.મે ૨૦૨૧ સુધી દેશનાં ૧૬ રાજ્યોમાં લગભગ ૪૪ હજાર રાશનની દુકાનો એવી છે જ્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન માટે મશીન નથી. આ રીતે અનેક રાજ્યોમાં બાયોમેટ્રિક મશીનોથી લઈને આધાર લિંકિંગનું કામ બાકી છે. એવામાં જુલાઈના અંત સુધીમાં દેશભરમાં આ યોજના શરૂ કરવાનું કામ એક મોટા પડકાર સમાન છે.હાલ આસામ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીને છોડીને દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.