નબીપુર ફાટક પર કેરિયર ટ્રક અથડાતા વાહન વ્યવહારને અસર

ભરૂચ

આજરોજ સવારે ૮ વાગ્યાનાં સુમારે એક ટ્રક કેરિયર ય્ત્ન-૨૩-રૂ-૫૯૫૧ રાજકોટથી સુરત તરફ જતું હતું તે દરમ્યાન દયાદરા થઈ નબીપુર ને.હા.૪૮ પર જવા માટે આવતું હતું. તે દરમ્યાન નબીપુર પ.રે. ફાટક પસાર કરતી વખતે કેરિયરમાં ભરેલ સામાન રેલવે ફાટકની ઉંચાઈ કરતા વધુ હોવાથી સામાન ફાટક ઉપર લાગેલ લોખંડની એંગલ જાેડે ધડાકાભેર અથડાતાં કેટલોક સામાન તૂટીને નીચે પડયો અને કન્ટેનર ફસાઈ જતા રેલવે ફાટકને પણ નુકસાન થવા પામ્યું છે જેને કારણે ભારે વાહનચાલકો પરેશાન થઈ જવા પામ્યા છે. બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રિત કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. રેલવે પોલીસે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કન્ટેનર ફસાઈ જતા રેલવે ફાટકને પણ નુકસાન થવા પામ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution