ઇમ્યુનિટી એટલે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા. કોરોનાના સમયમાં આ શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં છે. તેની પાછળનું કારણ એ છે કે નબળી ઇમ્યુનિટી વાળા લોકોનાં શરીરમાં ઝડપથી કોરોના પ્રવેશી શકે છે. તેમને જીવનનો ખતરો પણ રહે છે. આવા સંજોગોમાં શરીરમાં ઇમ્યુનિટી વધારવા વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઇમ્યુનિટી કેટલાક દિવસો કે અઠવાડિયાંઓમાં વધતી નથી.
આ માટે તમારે રોજની લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીમાં ઘણાં પરિવર્તનો લાવવાની જરૂર છે. બાળકો, વૃદ્ધ અને ડાયાબિટીસ, હાર્ટડિસીઝના દર્દીઓની ઇમ્યુન સિસ્ટમ વધુ નબળી હોય છે. કેટલીક વસ્તુઓ ખાવાથી અને રોજબરોજ એક્સર્સાઇઝ કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલના ડોક્ટર અખિલેશ યાદવ કહે છે કે ઇમ્યુનિટી વધારવા માટે રોજ સવારે મોર્નિંગ વોક કરો, ત્યાર બાદ નાસ્તો કરો. થોડી વાર તડકામાં બેસો. આ દરમિયાન હાથ પગ ખુલ્લા હોવા જોઇએ.
પૂરતી ઊંઘ ખાસ જરૂરી છે, તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. સવારે વહેલા ઊઠવું અને રાતે વહેલા સૂવું તે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા જરૂરી છે. રોજ કમસે કમ સાતથી આઠ કલાકની ઊંઘ થવી જોઇએ.
લંચમાં વિટામિન સી વાળાં ફળો, લીંબુ, સંતરાં, આંબળાં સામેલ કરવાં જોઇએ. ડિનરમાં ડ્રાયફ્રૂટ જરૂરથી ખાવ. પ્રોટીન ડાયટ પણ વધારો. અનહેલ્ધી ફૂડ ખાવાનુ ટાળો, આલ્કોહોલ કે સ્મોકિંગનું સેવન ટાળો, વિટામિન ડી અને વિટામિન સી ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જરૂરી છે.
ખૂબ પાણી પીવો. શક્ય હોય તો દિવસ દરમિયાન ગરમ પાણી પીવો. હુંફાળાં પાણીથી ઇમ્યુનિટી મજબૂત બને છે. યોગ અને પ્રાણાયમ કરો.