હાલ લોકડાઉનનમાં સમયમાં ઘરની બહાર નીકળવું, બહારના ચટાકા બધું જ બંધ છે. પણ ગુજરાતીઓ તો ખાવાના શોખીન, ગમે તે કરીને ઘરે પણ બધું જ બનાવી લે અને મજા માણી લે. જોકે, અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને ઘરમાં રહીને શરીરને ઠંડક કઈ રીતે આપવી તે વિચારવું જરૂરી છે. એવામાં આજે અમે તમને એવું ટેસ્ટી, હેલ્ધી અને ઈમ્યૂનિટી પણ વધારે એવું બદામનું એકદમ ઈઝી મિલ્કશેકની રેસિપી જણાવીશું. જે તમે એકવાર બનાવશો તો ચોક્કસથી વારંવાર બનાવશો. તો ચાલો જાણી લો.
સામગ્રી :
500 મિલી દૂધ,15 બદામ,1 ચમચી કસ્ટર્ડ પાઉડર,અડધો કપ ખાંડ,થોડું કેસર.
બનાવાની રીત :
સૌથી પહેલાં દૂધને ગરમ કરી લો અને તેમાં અડધો કપ ખાંડ નાખી દો. પછી 15 રાતે પલાળેલી બદામને છોલને તેમાં 1 ચમચી પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો. 10 તાંતળા કેસરના 1 ચમચી પાણીમાં પલાળી દો. પછી એક વાટકીમાં 1 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં 2 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે ગરમ દૂધમાં બદામની પેસ્ટ કેસર અને કસ્ટર્ડ પાઉડર નાખી દો. પછી 5 મિનિટ દૂધને ગરમ થવા દો અને સતત હલાવતા રહો. પછી દૂધ રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. બસ તૈયાર છે તમારો હેલ્ધી, ટેસ્ટી અને ઘરનો ચોખ્ખો બદામ શેક.