વડોદરા,તા.૨૭
પાલિકાની દબાણ શાખા દ્વારા છાણી વિસ્તારમાં સ્થાયી અધ્યક્ષના નિવાસસ્થાન નજીકમાંથી પસાર થતા ૧૮ અને ૨૪ મીટરના રસ્તા રેશા પરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે. પાલિકાની દબાણ શાખાએ આ કામગીરી હાથ ધરવાને માટે છાણી પોલીસ પાસે મદદ માગી હતી. બંદોબસ્ત આપવાને માટે જણાવ્યું હતું. પરંતુ પોલીસે એ બાબતે ધરાર ઇન્કાર કરતા દબાણ શાખા દ્વારા એકલા હાથે પોલીસની સહાય વિના દબાણોનો સફાયો કરાયો હતો. આ દબાણ હટાવવામાં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના હરિયાળા વેરુંક્ષોનો પણ સફાયો બોલાવવામાં આવ્યાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થઇ રહયા છે. તેમજ સામાન્ય માનવી સામે જે રીતે આવા કેસમાં કાયદાનું શાસ્ત્ર ઉગામાય છે. એનો જવાબદારો સામે ઉપયોગ કરવાની માગ કરાઈ છે; અલબત્ત પાલિકા દ્વારા જે કઈ દબાણમાં આવતી તમામ જગ્યાનું દબાણ દૂર કરાયું છે. એમાં કશું ખોટું થયું નથી એવી દલીલ કરાઈ છે. આ કામગીરીમાં ટીપી ૪૬,એફપી ૧૪૩,૧૪૪,૧૪૫ ના દબાણો દૂર કરાયા હતા. જે ૨૪ અને ૧૮ મીટરની રસ્તા રેષામાં નવા એસટીપી પ્લાન્ટ નજીકથી અવધ રેસિડેન્સીથી છાણી કેનાલ તરફ જતા માર્ગ પર આવેલ હતા. જેમાંથી ફેન્સીંગ, ગ્રીનરી વગેરે દૂર કરાયા છે. આ કામગીરીમાં ટીપી વોર્ડ ૭ નો ઇજનેરી સ્ટાફ, દબાણ શાખા અને વેહિકલ પુલનો સ્ટાફ જોડાયો હતો.