શહેરા, શહેરા નગર મા પસાર થતા નાડા બાયપાસ રોડ ની નજીકમાં માલિકીની જમીનમા ખાણ ખનીજ વિભાગ ની મંજૂરી વગર હાઈવા ડમ્પર મા માટી ભરીને નાખવા આવી રહીહતી.મામલતદારે સ્થળ ખાતે પહોંચી જઇને જરૂરી કાર્યવાહી હાથધરી ને જે.સી.બી.અને હાઈવા ડમ્પર ને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા.શહેરા નગરમા અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા ડમ્પર ની અંદર કોઈ જગ્યા થી માટી ભરી ને જમીન સમથળ કરવામાં આવી રહી હોવાની માહિતી મામલતદાર મેહુલ ભરવાડ ને ખાનગી રાહે મળી હતી. મામલતદારે રોડને અડીને આવેલી જગ્યા કે જયાં માટી નાખવામાં આવી રહી છે ,ત્યા પહોંચી તપાસ હાથ ધરતા સ્થળ ખાતેથી હાઈવા ડમ્પર માટીથી ભરેલ મળી આવ્યુ હતું સાથે જે.સી.બી મશીન પણ મળી આવ્યું હતું.
આથી મામલતદાર દ્વારા સ્થળ ખાતે ખનીજ વિભાગના નિયમોનું પાલન થઈ રહયુ ના હોવાથી જરૂરી કાર્યવાહી હાથધરી ને માટી ભરેલ હાઈવા ડમ્પર અને જે.સી.બી ને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલ હતું. આ જેસીબી મશીન અને હાઈવા ડમ્પર મહેન્દ્ર ડાભીનું હોવાનુ ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું હતુ. મામલતદાર મેહુલ ભરવાડ ની કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે અત્યારના સમયમાં તાલુકાની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરનું ખનન જાેવા મળી રહ્યું છે જેમાં કેટલાક અધિકારીઓ ને તેનો વાજીબ ( યોગ્ય ) ભાવ મળી રહેતો હોવાનું ચર્ચામાં છે ત્યારે શહેરા મામલતદારે જે હિંમત બતાવી છે તે શું અન્ય અધિકારી બતાવી શકશે કે પછી “ દલા તરવાડી ની વાડી “ જેવું ચાલશે !