અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોનાનાં કેસનાં દૈનિક આંકડા રોજ જ રેકોર્ડ તીડી રહ્યા છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં પણ દૈનિક આંકડાઓ ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં આઈઆઈએમ માં પણ હવે કોરોના વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાનાં નવા રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ આંકડાઓ વધુ ડરાવી રહ્યા છે. શહેરમાં આઈઆઈએમ માં પણ કોરોનાનાં કેસ વધ્યા છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં નવા 48 કેસો નોંધાયા છેે. અહી વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. સતત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છેે. અત્યાર સુધી કુલ 173 કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, રવિવારે 5469 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,47,495ઉપર પહોંચી ગયો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં રવિવારે 54 લોકોનાં મોત નોંધાયા હતા. દરમિયાન રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2976 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,15,127 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27,568 છે.