દિલ્હી-
વોટ્સએપ દ્વારા લાવવામાં આવેલ પ્રાઇવસી પૉલિસીને લઇ સોમવારના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી થઇ. અરજીકર્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પૉલિસીને લઇ સરકારે પગલાં લેવા જાેઇએ, આ પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે. જાે કે દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં કોઇ નોટિસ રજૂ કરી નહીં અને કહ્યું છે તેના પર વિસ્તૃત સુનવણી જરૂરી છે. હવે આ કેસની સુનવણી ૨૫મી જાન્યુઆરીના રોજ થશે.
અરજીકર્તા દ્વારા કોર્ટમાં કહ્યું કે તેના પર સરકારે મોટા પગલાં ભરવા જાેઇએ, આ લોકો પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે. વ્હોટસએપ જેવી પ્રાઇવેટ એપ સામાન્ય લોકો સાથે જાેડાયેલી વ્યક્તિગત માહિતીઓને શેર કરવા માંગે છે તેના પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે.
તેના પર દિલ્હી હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી. હાઇકોર્ટે કહ્યું કે આ એક પ્રાઇવેટ એપ છે, જાે તેની પ્રાઇવસી પ્રભાવિત થઇ રહી છે તો તમારે વ્હોટસએપને ડિલીટ કરી દેવું જાેઇએ. કોર્ટે કહ્યું કે શું તમે મેપ કે બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તેમાં પણ તમારો ડેટા શેર કરાય છે.
કોર્ટમાં અરજીકર્તાની તરફથી અપીલ કરવામાં આવી કે અમે આ કેસમાં ઇચ્છીએ છીએ કે કડક કાયદો બને. યુરોપિયન દેશોમાં તેને લઇ કડક કાયદો છે આથી વ્હોટસએપની પૉલિસી ત્યાં પર અલગ છે અને ભારતમાં કાયદો કડક ના હોવાના લીધે સામાન્ય લોકોના ડેટાને થર્ડ પાર્ટીને શેર કરવા પર આવી એપને કોઇ મુશ્કેલી નથી.
કોર્ટમાં વ્હોટસએપની તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરી કે તેમણે કહ્યું કે તેનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બે મિત્રોની પરસ્પરની વાતચીત કોઇપણ થર્ડ પાર્ટી સાથે શેર કરાશે નહીં. આ માત્ર વ્હોટસએપ બિઝનેસ સાથે જાેડાયેલા ગ્રૂપ માટે છે, જેમાં ડેટા અને રૂચિને જાેઇને તેને બિઝનેસ માટે ઉપયોગ કરાશે.
વ્હોટસએપની તરફથી હાજર બીજા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અરજીની સુનવણી માટે યોગ્ય જ નથી, તેને નકારી દેવી જાેઇએ. કેન્દ્રની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા એ કહ્યું કે આ અરજીને લઇ ઉતાવળમાં નોટિસ રજૂ કરવી જાેઇએ નહીં, પરંતુ તમામ પક્ષોને પહેલાં સાંભળવા જરૂરી છે.