પૂરમાં તમારી કાર ડૂબી જાય તો ઇન્શ્યોરન્સ કંપની તમને પૂરો ક્લેમ આપશે ખરા?


અત્યારે ચોમાસુ કેટલાક રાજ્યમાં આફત લઈને આવ્યું છે. જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જાે તમારી કાર આ પૂરમાં ડૂબી જાય તો ઇન્શ્યોરન્સ કંપની તમારો વીમો પાસ કરે ખરા?કુદરતી આફતમાં જાન-માલનું નુકશાન થતું હોય છે. જેમાં વાવાઝોડું, ભકંપ અને પૂર જેવી સ્થિતિમાં ખુબ મોટા પાયે નુકશાન થાય છે. અત્યારે દેશમાં વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. આથી સવાલ થતો હોય છે કે, જાે આ પૂરમાં તમારી કાર ડૂબી જાય તો ઇન્શ્યોરન્સ કંપની તમને પૂરો ક્લેમ આપશે ખરા? આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું.જાે તમે પોતાની કારનો ર્ઝ્રદ્બॅિીરીહજૈદૃી ૈંહજેટ્ઠિહષ્ઠી કરાયેલો હોય તો પૂરમાં ડૂબી જવાથી કારનો પુરે પુરો વીમો મળવાની સંભાવના રહે છે. પરંતુ આ માટે નીચે જણાવેલ શરતોનું પાલન કરવાનું રહે છે.તમારી ઇન્શ્યોરન્સ પોલિસીમાં પૂરને કરવામાં આવેલું હોવું જાેઈએ.ઘટના બાદ તરત ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની રહે છે.દરેક જરૂરી દસ્તાવેજ જેમ કે હ્લૈંઇ, કારનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ આપવા.કંપનીનો સર્વેયર કારની સ્થિતિનો સર્વે કરીને નુકશાનનું આંકલન કરશે. ત્યાર બાદ ક્લેમ પાસ થશે.આ સ્થિતિમાં ક્લેમ કરવામાં મુશ્કેલી પડશે જાે તમે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કરાવ્યું હશે, તો પૂરમાં વીમો પાસ નહીં થાય.જાે તમે ઘટનાના તુરંત બાદ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ નથી કરતા, તો તમારો વીમો મોડા પાસ થઈ શકે છે અથવા ક્લેમ ઓછો મળી શકે છે.જાે તમે જાણી જાેઈને કારને નુકશાન પહોંચાડ્યું હશે કે પાણીમાં ડુબાડી હશે તો પણ વીમો પાસ નહીં થાય.આ રીતે કરો ક્લેમ ,દુર્ઘટનાના તુરંત બાદ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરો.દરેક જરૂરી ડોક્યુમેન્ટ્‌સ તૈયાર રાખો.ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલ ફોર્મને જાેઈને ધ્યાનથી ભરો.કંપનીનો સર્વેયર સર્વે કરવા આવશે જેથી કાર સુરક્ષિત જગ્યાએ રાખો.આ વાતનું પણ રાખો ધ્યાનતમે જ્યારે ઇન્શ્યોરન્સ લેતા હોય ત્યારે તમારી પોલિસીને ધ્યાનથી વાંચો. તેમાં કઈ કઇ વસ્તુ કવર કરવામાં આવી છે તે ધ્યાનથી જુઓ. કાર પાણીમાં ડૂબી જાય તો તેને તરત જ બહાર કાઢવાની તૈયારી કરો, અને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. કારને બહાર કાઢીને કોઈ સારા મિકેનિકને બોલાવી કારને ચેક કરાવો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution